ગરબાડાના વડવામા શોર્ટ સર્કિટ થતા આગ લાગી, ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ

ગરબાડા તાલુકાના વડવા મા શોર્ટ સર્કિટ થતાં ઘર માં આગ ફાટી નીકળી હતી.
જેમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગઈ હતી.
સદનસીબે જાનહાની કે ઈજા ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.
મીટરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
ગરબાડા તાલુકાના વડવા માં મોરીલા ફળિયામાં રહેતા સમસુભાઈ સનુભાઈ બીલવાળ ના ઘરમાં રાત્રી દરમિયાન લાઈટ ના મીટર માંથી શોર્ટ સર્કિટ થઈ હતી.
તેના કારણે ઘરમાં એકાએક આગ લાગી ગઈ હતી.
જેથી ઘર સહિત ઘરવખરી નો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.
ધટનાની ની જાણ થતાં ગામ લોકોના ટોળા આગને ઓલાવવા માટે ભેગા થયા હતા
અને રાત્રિ દરમિયાન આગ પર કાબુ મેળવ્યો હતો.
સરકારી ટીમે મુલાકાત લઈ રિપોર્ટ આપ્યો
આગ લાગ્યાની જાણ થતા વડવા ગામના સરપંચ સહિત MGVCL ગરબાડા ના ડેપ્યુટી એન્જિનિયર એસ એલ પરમાર તથા તલાટી દિલીપભાઈ રાઠોડ સહિતની ટીમ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
અકસ્માતમાં થયેલા નુકસાન નો પંચકેસ કરી અકસ્માતમાં થયેલા નુકસાન રિપોર્ટ તાલુકા કક્ષા એ મોકલ્યો હતો.
આ આગની ઘટનામાં રૂપિયા 1,00,000 ( એક લાખ રૂપિયા ) નું નુકસાન થયું હોવાનું તલાટીએ જણાવ્યું હતું.