એસ.પી. ગ્રાઉન્ડ સંતરામપુરમાં જિલ્લા કક્ષાએ ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં

2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.
ત્યારે ગતરોજ સંતરામપુર એસ.પી ગ્રાઉન્ડ ખાતે ઉજવણીના ભાગરૂપે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આજે આપણે વન્યજીવ સપ્તાહ ઉજવણી કરી રહ્યાં છીએ,
ત્યારે આપણા જિલ્લાના દીપડાનું પાલન પોષણ કરવાનું કામ આપણું પણ છે.
જિલ્લાના નાગરિકોના પાલતું પશુઓના વન્યજીઓ દ્વારા મારણ થયેલા છે
તેવા 13 મહીસાગર વાસીઓને આ કાર્યક્રમ અંતર્ગત કુલ 1,45,000ના ચેક વિતરણ તથા જિલ્લાના પશુપ્રેમી 16 લોકોને પશુઓના રેસ્ક્યુ, દવા, અને સુરક્ષા પ્રદાન કરવા બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં મહિસાગર નાયબ વન સરક્ષક એન.વી.ચૌધરી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ માલિવાડ, અગ્રણી દશરથભાઈ બારીયા, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
