અરવલ્લી જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય જસુભાઈ પટેલ ગરબે ઘૂમ્યાં, આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરવા અપીલ કરી

મોડાસાની રમઝટ નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે અરવલ્લી જિલ્લા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના ઉપસ્થિત રહ્યા હતા
અને તેઓ પણ ગરબે ઘૂમ્યા હતા.
તેમની સાથે બાયડ ધારાસભ્ય જસુભાઈ પટેલ , ભિલોડાના ધારાસભ્ય સ્વ.ડો અનિલ જોષીયરાના પુત્ર કેવલ જોષીયરા સહિત મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હવે નવરાત્રી પૂર્ણ થવામાં 2 દિવસ બાકી છે.
ત્યારે તમામ યુવા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
અરવલ્લી જિલ્લા કલેક્ટરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય એવી જાહેર જનતાને અપીલ કરી હતી.
