કડિયાવાળની 13 વર્ષીય કિશોરી ગુમ થયાની વાતથી દોડધામ

ડભોઇ શહેર તાલુકામાં કેટલાક ઈસમો બાળકોને ઉઠાવી જવાની વાત વાયુવેગે ડભોઇ નગર મા પ્રસરી છે
જેને કારણે વાલીઓ મા ફફળાટ વ્યાપ્યો છે જોકે ડભોઇ પોલીસ દ્વારા અફવાઓ થી દુર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે
ડભોઇ ના કડીયાવાડ વિસ્તાર મા રહેતી એક 13 વર્ષિય દીકરી માતાએ ઠપકો આપતા અચાનક ગુમ થયાની ઘટના સામે આવતા પોલીસ સહિત નગરમા દોડધામ મચી જવા પામી હતી
જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરતા માતાએ ઠપકો આપતા દીકરી નજીકના સંબંધી ને ત્યાં જતી રઇ હોવાનું સામે આવ્યું હતું.
પરંતુ આ ઘટના બનતા વાલીઓ બાળકો ને લઈ ચિંતિત જોવા મળ્યાં છે
પોલીસ દ્વારા અફવાઓ થી દુર રહેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે.
ડભોઇ કડીયાવાડ વિસ્તાર ની 13 વર્ષિય કિશોરી સવારે ઘરેથી શાળા એ જવા નીકળી હતી બાદમાં શાળા એ પહોંચી ન હોય ગુમ થઈ હોવાની પરિવારને જાણ થતા પરિવાર મા ભારે અફરાતફરી સર્જાઈ હતી
જોકે હાલમાં નાના બાળકો ઉઠાવાની ટોળકી સક્રિય થઈ હોવાની વાત સોસીયલમીડિયા મા વાઇરલ થઈ રહી છે
જેને કારણે ડભોઇ નગર મા સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી હતી
જોકે પોલિસ દ્વારા સઘન તપાસ હાથ ધરતા 13 વર્ષિય કિશોરીને માતા દ્વારા ઢપકો આપતા દીકરી નજીકના સંબંધીના ત્યારે બે કલાક જતી રહી હોવાની ઘટના સામે આવી હતી
જેને કારણે ડભોઇ પંથક મા ભારે ચકચાર મચી જવા પામી હતી
જ્યારે ડભોઇ પંથકમાં આ વાત પ્રશરતા વાલીઓમાં ફફળાટ જોવા મળ્યો હતો
જોકે ડભોઇ પોલીસ દ્વારા અફવાઓ ઉપર ધ્યાન ન આપવા નગર તેમજ તાલુકાની જનતાને અપીલ કરવામાં આવી છે.
