ઇડર અને જાદરમાં ચંદન ચોરી કરતી ગેંગની મહિલાને પાસા કરાઈ; પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલમાં સોપવામાં આવી
સાબરકાંઠા જીલ્લાના ઇડર અને જાદર આસપાસના ગામોમાં ચંદન ચોરી મોટા પ્રમાણમાં થઇ હતી.
જેને લઈને મધ્યપ્રદેશની ચંદન ચોરી ગેંગ ઇડરમાંથી ઝડપાઈ હતી. જેને લઈને પકડાયેલા આરોપીઓને એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી.
ચંદન ચોરી કરતી ગેંગમાં અત્યાર સુધીમાં 3 જણાને પાસા કરવામાં આવ્યાં છે.
જેમાં 3 મહિના પહેલા 2 જણાને પાસા કરાઈ હતી ત્યારબાદ મહિલાને પાસા કરવામાં આવી છે.
આ અંગે એલસીબીના પીઆઈ એમ.ડી. ચંપાવતે જણાવ્યું હતું કે, થોડાક મહિના પહેલા ઇડર અને જાદરની આસપાસના ગામોમાં મોટા પ્રમાણમાં ચંદન ચોરી થઇ હતી.
જેમાં રક્ત ચંદન સહિતના ચંદનના લાખો રૂપિયાના ઝાડ કપાયા હતા. ત્યારબાદ એલસીબીએ સતત વોચ રાખી અને બાતમી આધારે તપાસ હાથ ધરી હતી.
જેમાં ચંદન ચોરી કરતી ગેંગ ઝડપાયી જેમાં મહિલાઓ પણ હતી.
આ ચંદન ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગના 2 જણાને 3 મહિના પહેલા પાસા કરવામાં આવી હતી
અને ગેંગની ત્રીજી સભ્ય મહિલાની પાસાની દરખાસ્ત તૈયાર કરવાની સુચના આધારે કાર્યવાહી કરાઈ હતી.
તો જીલ્લામાં ચંદનના ઝાડ ચોરી કરી સમાજમાં અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.
જેને લઈને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પાસની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરવામાં આવતા એલસીબીએ અમદાવાદ સાબરમતી જેલમાંથી જામીન પર મુક્ત થતી અંજલી ઉર્ફે વિસના, મોહીનસિંહ ઉર્ફે ચકુ ગુલાબસીંગ ઉર્ફે છીયાલાલ પારધી, ગારંટી ઉર્ફે ગટુ ઉર્ફે સુદામાસિંહ પુશવાને સાબરકાંઠા એલસીબીએ પાસા હેઠળ ધરપકડ કરી,
જેમાંથી એક મહિલા આરોપીને પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવી હતી.