અરવલ્લી અને સાબરકાંઠાની કોલેજોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામકાજ અર્થે 160 કિલોમીટર દૂર મુખ્ય મથકે છેક પાટણ જવું પડતું હોવાથી દેખાવો કર્યાો
હાલ શિક્ષણનું સ્તર ખૂબ વધી ગયું છે.
ત્યારે યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક કામકાજ અર્થે યુનિવર્સિટીના મુખ્ય મથકે જવું પડતું હોય છે.
ત્યારે અરવલ્લી અને સાબરકાંઠાની કોલેજોના તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છેક પાટણ જવું પડે છે.
શામળાજી કોલેજ ખાતે 2000 વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની કુલ અલગ-અલગ ફેકલ્ટીની 130 કરતાં વધુ કોલેજો આવેલી છે.
આ કોલેજના હજારો વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામકાજ અર્થે યુનિવર્સિટીમાં જવું પડે છે.
ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કે જે 160 કિલોમીટર દૂર પાટણમાં છે.
જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ત્યારે આટલી બધી વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા બંને જિલ્લા વચ્ચે અલગ યુનિવર્સિટી મળે એવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે.
જેને લઈ આજે શામળાજી કોલેજ ખાતે બે હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ સહિત અલગ યુનિવર્સિટીની માંગ કરી દેખાવો કર્યા હતા.