સિવિલના નવા બિલ્ડિંગ માટે 100 વૃક્ષ કપાશે, સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલ, ક્રિટીકલ હૉસ્પિટલ અને રેનબસેરા બનાવાશે

કાગળ પર ગ્રીનસિટી બનીને રહી ગયેલા ગાંધીનગરમાં વિકાસ કરવા માટે તંત્રને સૌથી પહેલાં હરિયાળાં વૃક્ષો પર કરવત ફેરવવાનું જ સૂઝતું હોય, તેવું લાગી રહ્યું છે.
સિવિલમાં 380 કરોડના ખર્ચે સુપર સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલ, ક્રિટીકલ હૉસ્પિટલ અને રેનબસેરા બનશે અને આ માટે 100 જેટલાં વૃક્ષ કાપી નખાશે.
હાલમાં 20 વૃક્ષ તો કાપી જ નાખ્યાં છે જ્યારે અન્ય વૃક્ષોનું માર્કિંગ કરાઈ રહ્યું છે.
ઓડિટોરિયમની પાછળની ખુલ્લી જગ્યામાં રેનબસેરા બનાવાશે. 20 વૃક્ષ કાપવાના દર પેટે અંદાજે રૂ. 52000 પીઆઇયુ પાસે ભરાવાયા છે.
100માંથી એક પણ વૃક્ષનું રીપ્લાન્ટેશન નહીં કરાય. કારણ કે તમામ વૃક્ષો મોટાં હોવાથી રીપ્લાન્ટેશન શક્ય ન હોવાનું વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે.
20 વૃક્ષ કાપી નખાયાં, બાકીનાં 80 વૃક્ષ ઉપર માર્કિંગ કરવાનું કામ શરૂ કરાયું,
એક પછી એક વૃક્ષ કાપી નખાયાં પર્યાવરણપ્રેમીઓમાં વ્યાપક રોષ