વડોદરા શહેરમાં આજવા રોડ પર વારંવાર લીકેજ થવાના કારણે સ્થાનિક લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું

વડોદરા શહેર સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ સ્માર્ટ ભ્રષ્ટાચારના કારણે વારંવાર પીવાના પાણીની લાઈનમાં લીકજની ઘટનાઓ બનતી રહે છે
સ્થાનિક લોકો દ્વારા પરમાર કમલેશ સામાજીક કાર્યકર જાણ કરતાં જાત તપાસમાં કમલાનગર તળાવથી આજવા રોડ જવાના મુખ્ય માર્ગે પીવાના પાણીની લાઈનમાં અનેક લીકજ જોવા મળ્યા હતા
વારંવાર એક જ જગ્યાએ લીકેજ થતાં ભ્રષ્ટાચાર થતો હતો
તેવા સામાજીક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો પાણી પુરવઠા સાથે કોન્ટ્રાક્ટર દ્વારા લીકેજ બંધ કરવા માટે સીસી ભરવાની જગ્યાએ સળ વાપરી લીકેજ બંધ કરવામાં આવે છે
એના કારણે વારંવાર લીકેજની ઘટનાઓ બની રહી છે આજવા રોડ પર વારંવાર લીકેજ થવાના કારણે સ્થાનિક લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું સાથે ગંદું પાણી મળી રહ્યું છે
જો આવનારા ૨૪ કલાકમાં પીવાના પાણીનું લીકેજ બંધ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખી રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું..