14 દિવસથી ગુમ યુવતીનો પત્તો નહીં મળતાં અપહરણની ફરિયાદ

ગુંદીખેડા ગામેથી 14 દિવસ પહેલાં રાતના સમયે એક યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ હતી.
શોધખોળ બાદ પણ આ યુવતીનો કોઇ જ પત્તો નહીં મળતાં અંતે તેના પિતાની ફરિયાદના આધારે કતવારા પોલીસે તેના અપહરણની ફરિયાદ દાખલ કરી છે.
અજાણ્યા યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
ગુંદીખેડા ના ડુંગરી ફળિયામાં રહેતી 17 વર્ષ 6 માસ અને 12 દિવસની ઉમર ધરાવતી અંજનાબેન નામક યુવતી 31 ઓગસ્ટની રાતના 11 વાગ્યાના અરસામાં રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી.
પરિવાર દ્વારા આ યુવતીની સગા સબંધિ સાથે અન્ય ઘણા સ્થળે શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેનો કોઇ જ પત્તો મળ્યો ન હતો.
દરેક જગ્યાએ શોધખોળ કરીને થાકેલા પરિવારે અંતે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
આ યુવતીનું કોઇ અજાણ્યા યુવક દ્વારા અપહરણ કરાયુ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી.
તેના આધારે અંતે 14 દિવસ બાદ કતવારા પોલીસે અજાણ્યા યુવક સામે અપહરણ સબંધિ ગુનો દાખલ કર્યો હતો.
તપાસ દાહોદના ઇન્ચાર્જ સીપીઆઇ એમ.જી ડામોરને સોંપી છે.