ભચાઉ : કણખોઇ ગામે ભા.જ.પા.નાં ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ..

ભચાઉ : કણખોઇ ગામે ભા.જ.પા.નાં ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ..

ભચાઉ : કણખોઇ ગામે ભા.જ.પા.નાં ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ..

 

ભચાઉ : કણખોઇ ગામે ભા.જ.પા.નાં ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ..
ભચાઉ : કણખોઇ ગામે ભા.જ.પા.નાં ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ..

ભચાઉ તાલુકામાં કણખોઇ ગામે મુસ્લિમ સમાજ દ્વારા પીર સૈયદ હાજી મહંમદ શાહબાપુની આગેવાની નીચે,

રાપર વિધાનસભા સીટનાં માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકાના ઉમેદવારોને જીતાડવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો.

હાલના સમયમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે.

આજે ભચાઉ તાલુકાના કણખોઈ ગામે મુસ્લિમ સમાજ દ્વારા પીર સૈયદ હાજી મોહમ્મદશાહ બાપુ ની આગેવાની નીચે

રાપર વિધાનસભા સીટના માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં

ભારતીય જનતા પાર્ટીના પ્રચાર અર્થે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કણખોઈ, મનફરા ,ખારોઈ ,ભરૂડિયા, ચોબારી, કુડા જામપર, કકરવા ,રામવાવ, ભચાઉ ના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

અને તેમાં કહેવાયુ હતું કે”માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની વિકાસ લક્ષી નીતિને ધ્યાનમાં લઈને

તમામ મુસ્લિમ આગેવાનોએ એકીસૂરે ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લા પંચાયત ચોબારી સીટ ના શ્રી વેલજીભાઈ આહીર,

ભચાઉ તાલુકા પંચાયતની ભરૂડીયા સીટ ના શ્રી ઉપેન્દ્રસિંહજી જાડેજા, મનફરા તાલુકા પંચાયત ની સીટના શ્રી અમરશીભાઈ પીરાણા,

રાપર તાલુકા પંચાયત રામવાવ સીટના રાજેશભાઈ આહીરને જંગી બહુમતીથી જીતાડવાની હાકલ કરી હતી.”

વધુમાં કહેવાય હતું કે “માનનીય શ્રી ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા વાગડ વિસ્તારનું ખૂબ વિકાસ થઈ રહ્યો છે.

વાગડ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમ કોમના એકતાના મૂળિયા વધારે ઊંડા ગયા છે. શ્રી વિરેન્દ્રસિંહજીની સૌ સમાજ ઉપર સમાન દ્રષ્ટિ રાખવાની નીતિના કારણે અમો સૌ ખુશ છીએ.

અને એમની કાર્ય પ્રણાલીથી પ્રેરાઈને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવવા હાકલ કરીએ છીએ.

માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજીનાં હાથ મજબૂત બને અને ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમનો પડ્યો બોલ ઝીલાય તે માટે અમો સૌ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત છીએ.

“તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી ના માળખાના સર્જન માટે જે પ્રક્રિયા હાથ ધરાઈ હતી

તેમાં માનનીય ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ કચ્છ જિલ્લા લઘુમતી શેલના મહામંત્રી તરીકે કણખોઈના પીરસૈયદ અલી અકબરશાહ બાપુ અને

કકરવાના જાવેદ જાનમામદ પરમારને ભચાઉ તાલુકાના લઘુમતી શેલમાં પ્રમુખ તરીકે લેવાનું સૂચન કર્યું હતું.

અને એ સૂચન અનુસાર ભારતીય જનતા પાર્ટીએ આ બંને યુવાનોને આ પદ ઉપર નિયુક્ત કર્યા છે.

અત્યારની ચાલી રહેલી ચૂંટણીમાં આ બંને યુવાનો ભારતીય જનતા પાર્ટી માટે બહુ સારી મહેનત કરતા જોવા મળી રહ્યા છે.

અને ભારતીય જનતા પાર્ટી આ બંને યુવાનોની કામગીરીની નોંધ લઈ રહી છે.

કાર્યક્રમના અંતે પીર સૈયદ મહમદશા બાપુ એ સૌને આશીર્વાદ આપીને ભારતીય જનતા પાર્ટીના કામે લાગી જવા જણાવ્યું હતું.

અને સૌના આગેવાન શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાને વિશેષ આશીર્વાદ આપ્યા હતા.

કણખોઈ ગામે માનનીય શ્રી ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી ની ખાસ ઉપસ્થિતિમાં વિશેષ સભા નું આયોજન કરાયું હતું

અને તેમાં કહેવાયું હતું કે”સમગ્ર કણખોઈ ગામને કોંગ્રેસ મુક્ત કરી અને ભારતીય જનતા પાર્ટી ગામના તમામ મત મળે તે માટે સૌ એક થઈને કામ કરશે.

એટલું જ નહીં પણ કોઈ ગામના સંબંધી ને પણ ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા સમજાવશે અને ભારતીય જનતા પાર્ટીને જીતાડીને શ્રી વિરેન્દ્રસિંહજી હાથ મજબૂત કરશે.

 

રિપોર્ટ બાય આવેશ રાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp