સોમનાથ : ગુજરાત-તમિલ સંગમ કાર્યક્રમમાં તમિલનાડુ થી આવેલા કલાકારોએ પોતાની કૃતિઓ રજૂ કરી..
સોમનાથ ખાતે ગુજરાત સરકારના અને ભારત સરકારના સહિયારા પ્રયાસથી ગુજરાત-તમિલ સંગમ નામનો એક કાર્યક્રમ આયોજિત થયેલ છે
આ કાર્યક્રમમાં તમિલનાડુ થી આવેલા કલાકારોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી
અને ગુજરાતની ધરાની મહેક લીધી હતી.
અત્રેની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાતની લોકકલાઓ તેમજ સાહિત્યનું પ્રદર્શન પણ યોજાયું હતું.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે તારીખ 25/ 4/ 2023 ના રોજ તમિલ ગુજરાતી સાહિત્ય સંગમ નામનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના અંગ્રેજીના મદદનીશ પ્રાધ્યાપક ડો.જશવંત રાઠોડ ભાગ લીધો હતો.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ને મળીને તેઓએ આ યુનિવર્સિટી નો અકાદમીક MoU અત્રે ની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ સાથે થાય તેવી વિનંતી કરી હતી.