બનાસકાંઠા ભાજપમાં ભંગાણ સર્જાયું છે

કાંકરેજ તાલુકા ના વેપારી મથક થરા ખાતે કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમૂખ જગદીશ ઠાકોર ની સભામાં ભાજપમાં ભંગાણ, ૫૦ થી વધુ કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસમાં
બનાસકાંઠા ભાજપમાં ભંગાણ સર્જાયું છે.
બનાસકાંઠની કાંકરેજ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમૃત ઠાકોરની જનસભામાં ૫૦ થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો…..
આ જનસભા થરા ખાતે રાખવામાં આવી હતી.
અમૃત ઠાકોરની સભામાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ હાજર રહ્યા હતા.
કાંકરેજ વિધાનસભા બેઠકના ઉમેદવાર અમૃત ઠાકોર જગદીશ ઠાકોરના નાના ભાઈ છે …..
તેઓના પ્રચાર માટે આ જનસભા રાખવામાં આવી હતી.
પરંતુ ૫૦ થી વધુ કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડતા રાજકીય માહોલ વધુ ગરમ બન્યો છે…
ત્યારે કોંગ્રેસ પક્ષ ને જીતાડવા માટે મતદારો ને રીઝવવા માટે ખેડુતો નું દેવું માફ કરવા માં આવશે.
વીજળી બિલ માફ. શિક્ષણ માટે ૩૦૦૦ કોલેજો શરૂ કરવામાં આવશે…
