માંડવી માં એચપી ગેસ એજન્સીના સંચાલકોની લાલિયા વાડી કે તંત્રની બેદરકારી….?

એપાર્ટમેન્ટ ની દુકાનમાં ગેસ સિલિન્ડરનો જથ્થો સ્થાનિક રહીશો માટે જીવતા બોમ્બ સમાન કોઈ અકસ્માત સર્જાય એની રાહ જોવાઈ રહી છે
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મળતા નથીઃ એ કહેવત હાલમાં એચપી ગેસ એજન્સીના સંચાલકોને એપાર્ટમેન્ટની દુકાન ભાડે આપી લોકો માટે જોખમ ઊભું કરનારાઓની ખોટ નથી ભાડું કમાવવા માટે
એસપી ગેસ એજન્સીના સંચાલકોને ગેસ સિલિન્ડર ગ્રાહકોને આપવા માટે દુકાન ભાડે આપી દેવામાં આવી છે
એજન્સી દ્વારા રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો જથ્થો દુકાનની બહાર તેમજ દુકાનમાં રાખવામાં આવતો હોય છે
જેને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એવી ભીતિ લોકોને સતાવી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી માં ગણેશ ગેસ એજન્સીનું ગોડાઉન રામેશ્વર મહાદેવના મંદિરે જતા રસ્તા પર એટલે કે વરેઠ પીડીયા ગામને જીકે ખેતરમાં હતું
પરંતુ એક વ્યક્તિ દ્વારા ગેસ એજન્સી વિરોધ ફરિયાદ કરવાને કારણે જવાબદાર તંત્ર દ્વારા ગણેશ એજન્સી બંધ કરી
કડોદ અને ઝંખવાવ એમ બે એજન્સીના સંચાલકોને માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જવાબદારી સોંપી દેવામાં આવી હતી
આ એજન્સીના સંચાલકો પાસે માંડવી નગરમાં કોઈ ગોડાઉન કે ઓફિસ નહીં હોવાથી કડોદ એચપી ગેસ એજન્સીના સંચાલક દ્વારા રામેશ્વર પાર્ક સોસાયટી નજીક એક મેઇન રોડને અડીને આવેલ
એપાર્ટમેન્ટની દુકાન ભાડે રાખી ગેસ સિલિન્ડરનો જથ્થો દુકાનની અંદર તેમજ બહાર રાખવામાં આવી રહ્યો છે
જેને કારણે લોકોમાં એવી દહેજ સાથે ફેલાઈ રહી છે કે કોઈ સિલિન્ડર લીકેજ હોય
અને કોઈ વ્યક્તિ બીડી સિગારેટ પિતા સિલિન્ડર લેવા ગયો હોય ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થાય તો કેટલાય લોકો ભોગ બની જાય વાત પણ સાચી છે
આવું થાય તો જવાબદાર પણ રહેણાંક વિસ્તાર સહિત દુકાનો આવેલી છે
જેમાં લોકોને અવરજવર વધુ માળમાં રહેતી હોય છે
એવા સંજોગોમાં ન કરે નારાયણ એ કોઈ સિલિન્ડર બ્લાસ્ટ થાય અને એપાર્ટમેન્ટના રહીશું કે એ એપાર્ટમેન્ટમાં આવેલ દુકાનનું ના વેપારી કે ગ્રાહકો ભોગ બને
કે પછી કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ કલેક્ટર પુરવઠા મામલતદાર પોલીસ તંત્ર ફાયર વિભાગ કે પછી એચપી એજન્સીના સંચાલક કોના માથે માછલા ધોવાશે
વહેલી તકે જવાબદાર તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરનો જથ્થો એપાર્ટમેન્ટની દુકાનમાંથી હટાવવામાં આવે એવી લોકમાનગ ઉઠી રહી છે
હવે જોવું એ રહ્યું કે જવાબદાર તંત્ર કોઈ દુર્ઘટના સર્જાઈ એની રાહ જોશે કે પછી
અગમ ચેતી રુપે તાત્કાલિક ગેસ સિલિન્ડરનો જથ્થો એપાર્ટમેન્ટની દુકાનમાંથી હટાવવાનો આદેશ આપશે એ તો આવનાર સમય બતાવશે
