10 લાખ સરકારી નોકરી, રૂ. 10 લાખ સુધી ફ્રી સારવારની કોંગ્રેસની જાહેરાત

આમ આદમી પાર્ટી દ્વારા 300 યુનિટી વીજળી ફ્રી સહિતની મફતની રેવડી આપવામાં આવી છે,
ભાજપે પણ એક પછી એક લોકલાભદાયી સરકાર મારફત લઇ રહ્યું છે
ત્યારે કોંગ્રેસ પણ પાછળ રહી નથી અને રાહુલ ગાંધીએ પણ ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસના 14 જેટલા વચનોની જાહેરાત કરી છે.
કોંગ્રેસે પણ 300 યુનિટ વીજળી મફત અને બરોજગારોને રૂ. 3 હજાર સુધીનું બેકારી ભથ્થું આપશે
આ સાથે ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ સહિતની જાહેરાત કરી છે.
આપ પાર્ટીએ પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે
હવે કોંગ્રેસ તરફથી દિલ્હી યોજાયેલી બેઠક બાદ દિવાળી પછી ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
કોંગ્રેસે જાહેર કરેલાં 14 વચનો
1) રાજ્યના દરેક ઘરને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.
2) ગુજરાતનાં નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર અને વિનામૂલ્યે દવાઓ મળશે
3)ગુજરાતના તમામ ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે.
4) રાજ્યાના બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી નોકરીની ભરતી કરાશે,
ઉપરાંત જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી રૂ. 3000 બેરોજગારી ભથ્થું અપાશે.
5) મહિલાઓ માટે તમામ નોકરીઓમાં 50 ટકા આરક્ષણ આપવામાં આવશે.
6) ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ સંપૂર્ણ નાબૂદ કરાશે.
7) દૂધ ઉત્પાદકોને પ્રત્યેક લિટર પર રૂ. 5 રૂ. સબસિડી અપાશે.
8)ગુજરાતમાં મોંઘવારી દૂર કરવા માટે રૂ. 500 રૂ.માં રાંધણ ગેસનો બાટલો અપાશે.
9)છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારો વિરૂદ્ધ કાયદો લાવીને તમામ ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓને જેલમાં ધકેલવામાં આવશે.
10) દરેક ઘરનું બાળક શિક્ષિત બને તે માટે 3000 અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ અને યોગ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
11)ગુજરાતની તમામ દીકરીઓને KGથી PG સુધીનું સંપૂર્ણ શિક્ષણ મફત અપાશે.
12) કોરોના મહામારીનાં મૃતકના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર અપાશે.
13) રાજ્યના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને સામાજીક સુરક્ષા માટે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
14) રાજ્યમાં કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરાશે અને વિવિધ વિભાગોમાં કામ કરતા યુવક-યુવતીઓને સન્માન સાથે વેતન અપાશે.