મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક

પ્રતીકાત્મક તસવીર:મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક

મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક

પ્રતીકાત્મક તસવીર:મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક
પ્રતીકાત્મક તસવીર:મોડી રાત્રે પોલો ગ્રાઉન્ડ ફટાકડા બજારમાં સ્પાર્ક

 

શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે ભરાયેલા ફટાકડા બજારમાં ગુરુવારે મોડી રાત્રે અઢી વાગ્યાના અરસામાં 1 નંબરની દુકાનની પાછળ આવેલ એકતા ક્રેકર્સ પાસેના ટ્યુબલાઇટના વાયરમાં શોર્ટ સર્કિટ થતા દોડધામ થઇ હતી.

બનાવવાની જાણ થતા સ્થળ ઉપર જ હાજર ફાયર બ્રિગેડના લાશકરોએ શોર્ટ સર્કિટને ઓલવી તેના ઉપર ફરી ટેપ મારી હતી.

આ ઘટનાને પગલે 2012માં પોલો ગ્રાઉન્ડમાં જ ફટાકડા બજારમાં લાગેલી આગની યાદો તાજી થઈ હતી,

જેમાં એક બાળકીનું મોત પણ થયું હતું. જોકે સદનસીબે આ વર્ષે એવી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ફાયર બ્રિગેડે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો.

વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમને રાત્રે 2:30 વાગે સ્થાનિક સિક્યુરિટી જવાન નિલેશ જાણીએ ફોન કરીને શોર્ટ સર્કિટની માહિતી આપી હતી.

આ સાથે જ ઘટના સ્થળે હાજર જવાનોએ શોર્ટ સર્કિટ ઉપર કાબૂ મેળવ્યો હતો.

જોકે સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા મુજબ આ સ્પોટ ફટાકડાની દુકાનથી દૂર છે.

જેથી મોટી દુર્ઘટનાની શક્યતા ઓછી હતી, પરંતુ શોર્ટ સર્કિટ વધે તો ગમે તે થઈ શકે.

દાંડિયા બજાર ફાયર બ્રિગેડના ઓફિસર હર્ષ પુવાર અનુસાર, શોર્ટ સર્કિટ બહુ મોટો નહોતો.

વાયરીંગ પર ફરી ટેપિંગ કરીને લાઈટો ચાલુ કરવામાં આવી હતી.

નોંધનિય છે કે, ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત વચ્ચે 10 વાહનો ગાંધીનગર, 10 SOU મોકલાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp