કડાણાના અમથાણી ગામે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા કરીને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લુણાવાડા સેશન્સ કોર્ટે સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર:કડાણાના અમથાણી ગામે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા કરીને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લુણાવાડા સેશન્સ કોર્ટે સજા ફટકારી

કડાણાના અમથાણી ગામે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા કરીને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લુણાવાડા સેશન્સ કોર્ટે સજા ફટકારી

પ્રતીકાત્મક તસવીર:કડાણાના અમથાણી ગામે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા કરીને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લુણાવાડા સેશન્સ કોર્ટે સજા ફટકારી
પ્રતીકાત્મક તસવીર:કડાણાના અમથાણી ગામે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા કરીને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, લુણાવાડા સેશન્સ કોર્ટે સજા ફટકારી

 

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગામે ખૂની ખેલના આરોપીએ કનકા કુહાડી વડે સસરાની નિર્દયતાપૂર્વક હત્યા

અને તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ ખૂની ખેલના આરોપીને લુણાવાડાની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આરોપી સામે કડાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો

આ કેસની વિગતનુસાર આરોપી શૈલેષ રમણ ડામોરની પત્ની ઇલાબેનને ગત વર્ષે 29 ઓકટોબર 2021ના રોજ બપોરના સુમારે અમથાણી ગામે તેણીના પિતા ભગાભાઇ મોતીભાઇ તાવીયાડ દિવાળીના તહેવાર નિમિતે પીયરે લઇ જતાં હતાં.

આ સમયે આરોપી શૈલેષે એકાએક ઉશ્કેરાઇ જઇને પોતાના ઘરમાંથી કનકા કુહાડી હાથમાં લઇ આવી તેના સસરા ભગાભાઇને મોઢાના ભાગે તથા ડાબા પગે કુહાડીના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી ખુન કર્યું હતું.

ઉપરાંત પોતાની પત્ની ઇલાબેનને કનકા કુહાડીના ઘા મારી જીવલેણ ગંભીર ઇજાઓ કરી ખુન કરવાની કોશિષ કરી હતી.

આરોપી શૈલેષ સામે કડાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.

કુલ 22 સાક્ષીઓ તપાસવામાં આવ્યા

કેસની તલસ્પર્શી તપાસના અંતે પોલીસે આરોપી શૈલેષ વિરુધ્ધ અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતાં આ અંગેનો કેસ લુણાવાડાની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો.

આ કેસમાં સરકાર તરફે કુલ બાવીસ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં

તથા તેની જુબાનીમાં બાવન જેટલા દસ્તાવેજો કોર્ટ સમક્ષ પુરાવા સ્વરૂપે રજુ કરવામાં આવ્યા હતાં.

આ તમામ મૈાખીક તથા લેખીત પુરાવાઓને ધ્યાને લઇને તેમજ સરકારી વકીલ સરજન આર. ડામોરની ધારદાર દલીલોના આધારે મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધિશ એચ.એ. દવેએ આરોપી શૈલેષને તેની સામે નોંધાયેલા ગુનાઓમાં તેને તકસીરવાન ઠરાવ્યો હતો.

દંડની રકમ વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ

આરોપી શૈલેષ પર ભારતીય દંડ સંહિતાની કલમ 302 માટે આજીવન કેદની સજા તેમજ રુપિયા 10 હજારનો દંડ. જ્યારે કલમ 307 મુજબના ગુના માટે 10 વર્ષની સાદી કેદની સજા તેમજ રુપિયા પચાસ હજારનો દંડ ફટકારી સજા ફરમાવેલી છે.

આ ઉપરાંત અદાલત દ્વારા ઉપરોક્ત દંડની રકમ ઇજા પામનાર ઇલાબેન કે જે મરણ પામનાર ભગાભાઇની દીકરી અને આરોપી શૈલેષની પત્ની થાય છે.

તેમને બંને દંડની રકમ વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલો છે.

સસરાની અત્યંત ઘાતકી અને નિર્દયતાપૂર્વક હત્યા કરી

આરોપી શૈલેષે પોતાના સસરા તથા પત્ની ઉપર રીસ રાખીને તેમનું ખૂન કરવાના ઇરાદે ઘરમાંથી કનકા કુહાડી લાવી અત્યંત ઘાતકી તથા નિર્દયતાપૂર્વક આ બંને ઉપર તૂટી પડ્યો હતો.

આરોપીએ તેના સસરા ભગાભાઇને મોઢાના તથા ડાબા પગના ભાગે એટલી હદે તીવ્રતાથી કુહાડીના ઘા માર્યા હતાં કે ભગાભાઇનું માથું મોઢાના ભાગેથી બે ભાગમાં કપાઇ ગયું હતું

તથા ડાબો પગ ઢીંચણના નીચેના ભાગેથી કપાઇ ગયો હતો.

ક્રૂરતાપૂર્વક તેની પત્ની ઇલાબેનને મોઢાના ભાગે, નાક ઉપર, જમણા પગે પંજાના ભાગે તેમજ ડાબા પગે એડીના ભાગે કનકા કુહાડીના ઘા મારી જીવલેણ ગંભીર ઇજાઓ કરી ખુન કરવાની કોશિષ કરી હતી.

જેમાં ઇલાબેને કાયમ માટે એક આંખ તથા બંને પગ ગુમાવ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp