નાણાં ન ચુવકતાં દહેગામના વેપારીને 1 વર્ષની કેદ, બિલ્ડિંગ મટિરિયલ ખરીદ્યું હતું

શહેરના સેક્ટર 24મા બિલ્ડીંગ મટીરીયલનો વેપાર કરતા વેપારી પાસેથી દહેગામના વેપારીએ માલ ખરીદ્યો હતો.
અવાર નવાર માલ ખરીદતા હોવાના કારણે સંપર્ક થઇ ગયો હતો.
એક દાયકાના ધંધાકીય સબંધ થતા માલની સામે નાણા થોડા થોડા કરી ચૂકવામા આવતા હતા.
થોડો થોડો કરીને 35 લાખ રુપિયાનો માલ ખરીદ્યો હતો, સામે 5.30 લાખ રુપિયાનો ચેક આપવામા આવ્યો હતો.
જે ઓછી રકમના કારણે પરત ફરતા કેસ કરવામા આવતાતા ગાંધીનગર કોર્ટ દ્વારા તમામ રકમ પરત કરવાની સાથે દહેગામના વેપારીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.
સેક્ટર 24 સ્થિત મહેશ્વરી ટ્રેડર્સના માલિક વિરેન્દ્ર પટેલ વર્ષોથી બિલ્ડીંગ મટીરીયલનો ધંધો કરે છે.
તેમની સાથે નાના મોટા વેપારીઓ માલની આપ લે કરતા હોય છે.
ત્યારે દહેગામની માહિ એન્ટરપ્રાઇઝના માલિક વિજય પટેલ સેક્ટર 24 સ્થિત મહેશ્વરી ટ્રેડર્સ પાસેથી માલ ખરીદતા હતા.
છેલ્લા 10 વર્ષથી બંને વેપારીઓ એકબીજાને ઓળખતા હતા.
ત્યારે થોડો થોડો કરીને દહેગામના વેપારીએ 35 લાખ રુપિયાનો માલ ખરીદ્યો હતો.
જ્યારે માલની સામે 5.30 લાખ રુપિયાનો દહેગામ એચડીએફસી બેંકનો ચેક આપવામા આવ્યો હતો.
જેને સેક્ટર 24 સ્થિત ગાંધીનગર કોઓ બેંક લીમા જમા કરાવતા ઓછી રકમના કારણે ચેક પરત ફર્યો હતો.
જેથી વેપારીએ લીગલ નોટીસ મોકલી હતી,
પરંતુ દહેગામના વેપારીએ નોટીસની અવગણના કરી હતી.
પરિણામે કલમ 138 મુજબ ગુનો નોંધવામા આવ્યો હતો.