હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાનું મોત થયાનો આક્ષેપ

પોરબંદર પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એક મહિલા દાખલ થતા તેને રાજકોટ રીફર કરવામાં આવી હતી.
આ એમ્બ્યુલન્સમાં ઓક્સિજનનો એક બાટલો અધૂરો અથવા ખાલી હોવાથી મહિલાને સમયસર પૂરતું ઓક્સિજન ન મળતા સારવાર દરમ્યાન મોત થયાના આક્ષેપ
સાથે મહિલાના પતિએ જવાબદારો સામે પગલાં લેવા તંત્ર સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે.
પોરબંદરના છાયા કેનાલ પાસે રહેતા શરદભાઈ ભીખાભાઈ શીંગરખીયાએ કલેકટર, સિવિલ સર્જન સહિત ઉચ્ચકક્ષાએ લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતુંકે, તેની પત્ની સવિતાબેન ને કિડનીની બીમારી હોવાથી તબિયત લથડતા તા. 30/9ના રોજ સાંજે ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા હતા
અને તબીબે તપાસ કરી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવા સલાહ આપી હતી.
હોસ્પિટલ ખાતેની એમ્બ્યુલન્સ ન હોવાથી બીજા દિવસે તા. 1/10ના રોજ એમ્બ્યુલન્સ હોવાથી એમ્બ્યુલન્સમાં સવિતાબેન ને લઈને રાજકોટ લઈ જતા હતા.
એક ઓક્સિજનનો બાટલો અધૂરો અથવા ખાલી આપતા રસ્તામાં બાટલો ખાલી થતા આ મહિલા આંખો તારવી ગઈ હતી
અને જેતપુર ખાતેથી ડ્રાઈવરે ઓક્સિજનનો બાટલો લીધો હતો.
બાદ તેઓ રાજકોટ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
જ્યાં સારવાર દરમ્યાન આ મહિલાનું મોત નિપજ્યું હતું.
ઓક્સિજન સમયસર ન મળતા રસ્તે ઓક્સિજનનો ગેપ પડતાં આ મહિલાનું મોત થયું હોય
જેથી હોસ્પિટલના જવાબદાર તંત્રની બેદરકારી હોવાના આક્ષેપ આ મહિલાનાં પતિએ કર્યા છે
અને જવાબદાર કર્મી સામે યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી છે.
જેતપુર હોસ્પિટલથી ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી મહિલા દર્દીને રાજકોટ પહોંચાડ્યા હતા
મહિલા દર્દીને રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
ઇમરજન્સી રૂમ માંથી ઓક્સિજનના બાટલા આપવામાં આવ્યા હતા
અને સ્ટાફને પૂછતા તેમણે કહ્યું હતુંકે બન્ને બાટલા ભરેલા આપ્યા હતા.
વચ્ચે શું લીકેજ થયું તે ખબર નથી. રસ્તામાં ઓક્સિજન બાટલો લીકેજ થયો હશે.
બાટલામાં ઓક્સિજનની કમી લાગતા ડ્રાઈવરે જેતપુર હોસ્પિટલ ખાતેથી નવો ઓક્સિજનના બાટલા વ્યવસ્થા કરી મહિલા દર્દીને રાજકોટ પહોચાડ્યા હતા. – ડો. વિપુલ મોઢા, આરએમઓ, સિવિલ હોસ્પિટલ, પોરબંદર