મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકા પંચાયતના કાર્ય ક્ષેત્રમાં આવેલ સિંગલગઢ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં થયેલ ગેરરીતિની તપાસ ક્યારે….??
સંતરામપુર તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મોજે સિંગલગઢ ખાતે આવેલ વિકાસના કામોની આરટીઆઈ એક્ટ 2005 મુજબ માહિતી માંગવામાં આવેલ જેના અનુસંધાને આશિક માહિતી અરજદારને મળી.
તે માહિતીમાં અને સ્થળ ઉપર થયેલ કામોમાં આસમાન જમીનનો ફરક હતો માહિતી અધિકારીએ જે વિગતો માહિતીના સંદર્ભે આપેલ.
તેમાં અમુક કામો એવા હતા કે જે ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ બોલતા હોય .
છતાં પણ તે કાગળ ઉપર જ બોલતા ભૂતિયા કામોનું ફાઇનલ ઇન્સ્પેક્શન પણ થઈ ગયું.
અને તેના નાણા પણ ચૂકવાઇ ગયા. આ પ્રમાણેના સરકારી ગ્રાન્ટોનો જે ગેર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો. તેને લઈને આ આરટીઆઇ કરતાં.
જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તેમજ જિલ્લા વિકાસ અધિકારીને પોસ્ટમાં થઈ આરપી એડી કરી કામોની સ્થળ તપાસ માટે ની જાહેર હિતમાં અરજી કરવામાં આવી હતી..
સમય જતા સ્થળ ઉપર કોઈ જ તપાસ ન થતા આ જાગૃત નાગરિકે રૂબરૂમાં જઈ જિલ્લા વિકાસ અધિકારીની કચેરીના ટપાલ ટેબલ ઉપર પોતાની કરેલ અરજી અનુસંધાને પૂછતા ..
આ ટપાલ ટેબલ સાંભળતા અધિકારીએ જવાબ આપેલ કે આવી કોઈ જ ટપાલ અમને મળેલ જ નથી ..
જેથી આ અરજદાર પોસ્ટ વિભાગમાં જઈ પોસ્ટના જવાબદાર અધિકારીને આ આરપી એડીની પહોંચ બતાવતા તેની ડિટેલ નીકળતા ..
તે ટપાલ જિલ્લા વિકાસ અધિકારીની કચેરી મહીસાગરના ટપાલ ટેબલ ઉપર સમય મર્યાદામાં પહોંચી જ ગઈ ..
હોવાનો લેખિત પુરાવો પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા આ જાગૃત નાગરિકને આપવામાં આવ્યો.
જે અનુસંધાને આ જાગૃત નાગરિક રૂબરૂમાં ફરીથી જિલ્લા વિકાસ અધિકારી મહીસાગરની કચેરીમાં જઈ રૂબરૂમાં જઈ રૂબરૂ તમામ કાગળો કે જે ખરેખર સિંગલગઢ ગ્રામ પંચાયતમાં થયેલ ભૂતિયા કામો અને તેના ચૂકવાઇ ગયેલ નાણા તેમજ ..
સરકારી ગ્રાન્ટોનો બેફામ થયેલ ગેરઉપયોગના અનુસંધાને જાહેર હિતમાં યોગ્ય તટસ્થ તપાસ થવા માટે મૌખિક અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી ..
જે રજૂઆતને આજે અંદાજિત દોઢ માસ જેવો સમય થઈ ગયો હોવા છતાં પણ આજદિન સુધી કોઈ જ તપાસ કરવામાં કે કરાવવામાં આવેલ નથી
હવે જાગૃત નાગરિકોમાં આ સિંગલગઢ ગ્રામ પંચાયતમાં થયેલ ગેરહિતો ની આટ આટલી મૌખિક લેખિત રજૂઆતો તાલુકા વિકાસ અધિકારી સંતરામપુર ને તેમજ જિલ્લા વિકાસ અધિકારી મહીસાગર લુણાવાડા ને કરવા છતાં પણ તપાસના નામે શૂન્ય નું કારણ શું હોઈ શકે..? તે જ સમજાતું નથી..
આ જાગૃત નાગરિકે જાહેર હિતમાં કરેલ સિંગલગઢ ગ્રામ પંચાયતના ગેરરીતિના પુરાવાઓ સહિતની આર. પી . એ . ડી . ની ટપાલ ગુમ કેમ થઈ ગઈ હશે..? શું આ સિંગલગઢ ગ્રામ પંચાયતમાં થયેલ ગેરિતિને દબાવવા અને સત્યનું ગળું દબાવવાનો પ્રયાસના ભાગરૂપે ટપાલ ટેબલ ઉપરથી ટપાલ અદ્રશ્ય થઈ ગઈ હશે ..?
જો આ સિંગલગઢ ગ્રામ પંચાયતના થયેલ વિકાસના કામો અને સરકાર તરફથી ફાળવાયેલ વિકાસની ગ્રાન્ટોની ઉચ્ચ સ્તરે થી યોગ્ય પારદર્શક તટસથ તપાસ થાય તો કેટલાય કહેવાના મોટા માથાઓ જેલના સળિયા પાછળ પહોંચી જાય..
તેમાં બે મત નથી તેવા જાગૃત નાગરિકોનું માનવું છે ..
આ તો વાત થઈ ફક્ત અને ફક્ત સિંગલગઢ જેવી નાની ગ્રામ પંચાયતની તો સંતરામપુર તાલુકામાં આવેલ ..
બીજી કેટલીક ગ્રામ પંચાયતોમાં ફાળવેલ સરકારી ગ્રાન્ટો અને વિકાસના કામો શું ખરેખર થયા હશે કે પછી ભૂતિયા કામો ફક્ત અને ફક્ત કાગળ ઉપર જ બોલાવી કહેવાતા વ્યવહારના જોરે ફાઇનલ ઇન્સ્પેક્શનો કરાવી સરકારી નાણા નો દૂર ઉપયોગ કરાયો હશે..?
તે પણ એક તપાસનો વિષય છે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે..
શું કદાચ આ ગ્રામ પંચાયતમાં ગેરરીતી થઈ જ હોય.
તો તે ગેરરીતી આંચરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર તમામે તમામ ઉપર કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થશે ..?.તે તો આવનાર સમય જ બતાવશે…
મહીસાગર જીલ્લા ચીફ બ્યુરો :જયેશભાઈ કલાલ