નવરાત્રિમાં ઓછી હાજરીને લીધે ઘણી સ્કૂલોમાં બુધવાર સુધી રજા

શહેરની મોટા ભાગની સ્કૂલોએ નોરતાની આઠમથી દશેરા સુધીની રજા જાહેર કરી છે.
બાળકો વાલી સાથે ગરબા માણી શકે અને સ્કૂલનો અભ્યાસ બગડે નહીં તે માટે સંચાલકોએ દશેરા સુધીની રજાઓ જાહેર કરી છે.
જ્યારે સ્કૂલોમાં 10 ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા ચાલુ થશે.
હાલમાં મોટા ભાગની સ્કૂલોમાં કોર્સ પૂરો થઈ ચૂક્યો છે અને રિવિઝન ચાલી રહ્યું છે.
સંચાલકોના મતે નવરાત્રી દરમિયાન સ્કૂલોમાં માત્ર 30 ટકા વિદ્યાર્થીઓ જ હાજર રહે છે.
વિદ્યાર્થીઓને રવિ, સોમ અને મંગળવારની રજા મળશે. આ સાથે જ ઘણી સ્કૂલોએ આઠમ અને નવમા નોરતાના દિવસે ઓનલાઇન વર્ગોનું આયોજન કર્યું છે.
જ્ઞાનદા સ્કૂલનાં સંચાલક જાગૃતિ પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નવરાત્રિમાં સતત ચાર દિવસ ગરબા રમી શકે તે માટે અમે આઠમ-નોમની પણ રજા રાખી છે
અને દશેરાની રજા છે. આમ સ્કૂલમાં બુધવાર સુધી રજા રહેશે.
વિદ્યાર્થીઓની સંખ્યા 60 ટકા સુધી ઘટી
નવરાત્રિમાં પૂર્વની સ્કૂલોમાં 60 ટકા સુધી હાજરીમાં ઘટાડો થયો છે.
ઉપરાંત આઠમા-નવમા નોરતે ઘણા લોકો ગામડે જતા હોવાથી વિદ્યાર્થીઓની હાજરી સાવ ઓછી થઈ જાય છે.
અમારી મોટા ભાગની સ્કૂલોએ બે દિવસની રજા જાહેર કરી છે
અને દશેરાએ રજા છે.
આમ ત્રણ દિવસ સળંગ રજા રહેશે. > ભરત સવાણી, સંચાલક, વેદાંત સ્કૂલ, નિકોલ