વડોદરામાં પતિએ દહેજ માંગી પત્નીને ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવ્યો

શહેરના સમા વિસ્તારમાં રહેતી પરિણીતાઓ પતિ તેમજ સાસરીયાઓએ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની તેમજ ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યાની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
લગ્ન પહેલા જ દહેજ માંગ્યું
વડોદરાના સમા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, જૂન 2021માં ગજાનંદ એપાર્ટમેન્ટમાં રહેત મિતેષ જયસ્વાલ સાથે તેના લગ્ન થયા હતા.
લગ્ન પહેલા જ સાસરીયાઓએ સોના-ચાંદીના દાગીના, રોકડ અને કારની માંગણી કરી હતી.
જેમાંથી ઘરેણા અને સાત લાખ રૂપિયા રોકડ લગ્ન સમયે આપ્યા હતા.
જો કે લગ્નનના થોડા મહિનામાં જ પતિ અને સાસરીયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.
ગોળીઓ ખવડાવી ગર્ભ પડાવ્યો
પરિણીતાએ આક્ષેપ કર્યો હતો કે લગ્નના બે મહિના બાદ તે ગર્ભવતી થતાં પતિને જાણ કરતા તે ખુશ થવાને બદલે નારાજ થઇ ગયો હતો.
પતિ મિતેશ જયસ્વાલે પત્ની સાથે ઝઘડોકરી જણાવ્યું હતું કે મારે હાલ બાળક નથી જોઇતું.
તેમજ ગર્ભપાત માટેની ગોળીઓ પત્નીને જબરજસ્તીથી ગળાવી દીધી હતી અને ગર્ભ પડાવી નાખ્યો હતો.
ત્યાર બાદ પતિ અને સાસુ સસરા દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા રહેતા પરિણિતાએ સમા પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.