કલોલ શહેરના મોખાસણ ગામે અંબાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા

મોખાસણ ગામે આવેલ અંબાજી માતા માંડવી ચોક મંદિરના ચોકમાં આજે માં જગદંબાનું ત્રીજા નોરતાના દિવસે ખેલૈયાઓ ગરબે રમવા આવી ગયા હતા.
જેમાં અંબાજીમાતા ના માંડવી ચોક ખાતે ખેલૈયાઓ ચોકમાં ગરબાની રમજટ બોલાવી હતી.
કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બે વર્ષથી ખેલૈયાઓ ગરબે રમવા મળ્યું ન હતું.
મોખાસણ ગામ દ્વારા નવરાત્રિના નવ દિવસ અલગ અલગ કલાકારો દ્વારા અલગ અલગ પાર્ટી સાથે માતાજીના ગરબા ગાઈ રમજટ બોલાવી હતી.
જ્યારે આજે માતાજીના ત્રીજા નોરતે કલાકાર રિધ્ધિબેન વ્યાસે ગરબાની રમજટ બોલાવી હતી.
સરકાર દ્વારા જાહેરહિત માટેના પ્રતિબંધોના કારણે બે વર્ષથી નવરાત્રીનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું.
જેના બદલામાં બે વર્ષ બાદ આજે માં જગદંબાના ત્રીજા નોરતાનું મોખાસણ ખાતે માંડવી ચોકમાં ખેલૈયાઓ ગરબે રમવા ઉમટી પડ્યા હતા.