અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે

અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે
પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે

 

નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે. ત્યારે અમદાવાદમાં ગરબા રમવા થનગનતાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આજે વરસાદ પડવાની સહેજ પણ સંભાવના નથી.

આજે દિવસ દરમિયાનના બફારા બાદ રાત્રે ઠંડુ વાતાવરણ રહેશે.

એટલે ખેલૈયાઓને રાસ ગરબાની રમઝટ બોલાવતાં કોઈ નહીં રોકી શકે. રાત્રે પણ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓ શાંતિથી ખાઈપીને ઘરે જશે.

સવારથી વાતાવરણ ચોખ્ખું રહ્યું છે

આજે સવારથી જ અમદાવાદનું વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે.

આકાશમાં ક્યાંય પણ વાદળો જોવા મળ્યા નથી. સવારથી જ સહેજ બફારાની અસર જોવા મળી છે.

પરંતુ સાંજે વાતાવરણ વાદળછાયું રહેશે અને મોડી રાત સુધી આકાશ સ્વચ્છ જોવા મળશે.

સાંજ પછી વાતાવરણમાં ધીમે ધીમે ઠંડક વધશે.

પરંતુ વરસાદની કોઈ શક્યતાઓ નથી. ખેલૈયાઓને ઠંડીના અહેસાસ વચ્ચે ઠંડા માહોલાં ગરબા રમવાની મોજ પડશે.

આજે સાનુકૂળ વાતાવરણ રહેશે

આજે પાંચમા નોરતે ખેલૈયાઓએ નિશ્ચિત થઈને ગરબા રમવા પહોંચશે.

કેમ કે, આજે વાતાવરણ સાનુકૂળ રહેવાનું છે. સાંજે 7 વાગ્યાથી લઈને મધરાત સુધી ઠંડક વાળું વાતાવરણ રહેશે.

જેમ જેમ રાત થતી જશે તેમ તેમ થોડી ઠંડક પ્રસરશે. જો કે ગરબા રમતા ખેલૈયાઓને સહેજ ઠંડીનો ચમકારો અનુભવાશે. વાતાવરણ એકંદરે સ્વચ્છ રહેશે.

7 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 61% રહેશે તથા તાપમાન 32 ડિગ્રી રહેશે. 8 વાગ્યે આંશિક વાદળછાયું અને ભેજનું પ્રમાણ 63% રહેશે તથા તાપમાન 29 ડિગ્રી રહેશે.

પહેલાં નોરતાથી જ ખેલૈયાઓએ બે વર્ષનું સાટું વાળ્યું

અમદાવાદભરમાં વિવિધ ક્લબ સહિતના સ્થળે નવરાત્રિ ગરબાના આયોજન થયા છે.

ત્યારે પાર્ટી બે વર્ષ સુધી નવરાત્રિમાં ગરબા રમવાથી દૂર રહેલા ખેલૈયામાં થનગનાટ હતો.

જેવી રાત પડી અને વિવિધ સ્થળે ગરબા શરૂ થયાં કે તરત જ ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવી હતી.

ગીત-સંગીતના સથવાર રિવરફ્રન્ટથી લઈને ક્લબો અને સોસાયટીઓમાં જ્યાં પણ ગરબાના આયોજન થયાં ત્યાં ખેલૈયાઓએ ગરબા ઘૂમ્યાં હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp