મા – અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..

સ્મશાનયાત્રામાં જેમ લગ્નના ગીતો ન ગવાય
લગ્નમાં જેમ સ્મશાનના મરશિયા ન ગવાય
બરાબર એ જ રીતે
મા – અંબા ના ગરબા માં
ફિલ્મી ગીતો, પોપ મ્યુઝિક, વિકારી ગીતો ન ગવાય
નવરાત્રિ એ મા નો તહેવાર છે.
નવરાત્રિ એ ભક્તિ નું પર્વ છે.
નવરાત્રિ એ સત્ નો અવસર છે.
જો આપણે ૩૫૧ દિવસ ફિલ્મી નાચગાન વગેરે કરતા હોઈએ તો ય આ પવિત્ર નવ દિવસોએ તો આપણે સીધા થઈ જ જવું જોઈએ
ને આ આપણે શું માંડ્યું છે ?
આ પરમ પવિત્ર તહેવારમાં જ આપણે
કોઈની માં-બહેન-દીકરી પર નજર બગાડવા લાગ્યા ? ? ?
માતાજીની સામે જ વિકાર-વાસનાના તોફાનો કરવા લાગ્યા ? ? ?
‘ મા ‘ સાથે જેનો કોઈ જ મેળ નથી એવા ગીતો વગાડવા લાગ્યા ? ? ?
‘ મા ‘ ના ઉપવાસોની ધજજીયા ઉડાવી દે એવા ફૂડ ફેર કરવા લાગ્યા ? ? ?
કોઈ ચિંતાશીલ બાપની કુમળી દીકરી ને ચારિત્રથી ભ્રષ્ટ કરવા લાગ્યા ? ? ?
આપણે કદી ન કહેવું જોઈએ કે
આપણે નવરાત્રિ રમીએ છીએ
એક્ચ્યુઅલી
આપણે નવરાત્રિ સાથે ગંદી ગેમ રમીએ છીએ
માતાજી નું આથી વધુ અપમાન
બીજુ કઈ હોઈ શકે ?
તો થાવ તૈયાર
આપણે સુધારા ની શરૂઆત કરીએ.