સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની 2 કરોડની ઇમારતને પચાવી પાડી
શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટની જૂની ડીસીબી ઓફિસના ત્રીજા માળનો ગેરકાયદે કબજો કરી ભાડું નહીં ચૂકવી ટ્રસ્ટની જમીન પચાવી પાડવામાં મામલે ટ્રસ્ટીએ કલેક્ટરને ફરિયાદ કરી હતી.
જેને પગલે વાડી પોલીસે આરોપી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ઇમારતની કિંમત અંદાજે રૂા. બે કરોડ છે.
સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી જગત પાવનદાસજીએ ફરિયાદ નોંધાવી હતી કે, ઇમારતનો ગ્રાઉન્ડ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફ્લોર પોલીસ વિભાગને ભાડે આપ્યો હતો.
પ્રથમ માળનું 1 રૂપિયાના ટોકનથી તેમજ ઉપરના બંને માળ પ્રતિ મહિને 28,150નું ભાડું નક્કી કર્યું હતું.
થોડાક સમય સુધી પોલીસ વિભાગ તરફથી સમયસર ભાડું મળ્યું હતું. મંદિરમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન તથા ત્રણ માળવાળી આ મિલકત ખેડા ટ્રસ્ટ તરીકે નોંધાયેલી છે.
ત્યારબાદ 2002માં ડીસીબી પોલીસે આ ઓફિસ ખાલી કરી હતી,
ત્યારથી મહિલાએ ઇમારત કબજે કરેલી છે.
બીજા માળે ઉષાબેન જીવરાજભાઈ પટેલ ગેરકાયદે ઘૂષણખોરી કરી દાદાગીરી કરે છે.
ટ્રસ્ટની મિલકતના ભોંયતળિયે ડીસીપી પોલીસ ઝોન-3ની ઓફિસ, પ્રથમ માળે 3 ડીસીબીની ઓફિસ, જ્યારે ત્રીજા માળે આવેલી એક રૂમનો આરોપીએ વર્ષોથી કબજો કરી ભાડું ન ચૂકવી મિલકત પચાવી પાડી છે.
પોલીસે ઉષાબેન સામે લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધ્યો હતો
અને તપાસ એસીપી ઇ ડિવિઝન પલસાણાને સોંપવામાં આવી છે.
ઉષાબેને અગાઉ પૂર્વ કોઠારી સામે દુષ્કર્મની અરજી કરી હતી
હાલ વડતાલ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં રહેતા જગતપાવનદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, અમે જ્યારે મિલકત ખાલી કરવા કહ્યું ત્યારે તેણીએ અભદ્ર વર્તન કર્યું હતું.
ત્યારબાદ દુષ્કર્મ અંગેની એક અરજી પોલીસને આપી હતી.
જોકે પછીથી મહિલાએ અરજી પરત ખેંચી લીધી હતી.
મહિલાના પિતા મંદિરમાં કામ કરતા હતા એટલે રૂમ રહેવા આપી હતી
ઉષાબેન પટેલના પિતા જીવરાજભાઈ સ્વામીનારાયણ મંદિરમાં કામ કરતા હતા.
ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હતા, જેથી ડીસીબીએ ઇમારત ખાલી કરતાં જીવરાજભાઈને ચાર માળની ઇમારતમાં ત્રીજા માળે એક રૂમ આપવામાં આવી હતી.
ત્યારબાદ ઉષાબેને તેમના માતા-પિતાનું નિધન થયા બાદ રૂમ ખાલી કરી ન હતી કે ભાડું પણ ચૂકવ્યું નહતું. > ઘનશ્યામ સ્વામી, વાડી સ્વામિનારાયણ મંદિર,વડોદરા