વડોદરાના પારૂલ યુનિવર્સિટી કેમ્પસમાં 65 દેશના વિદ્યાર્થીઓ ગરબે રમ્યા

વડોદરાની નવરાત્રી આજે વિશ્વમાં નામના ધરાવે છે.
આગામી વર્ષના અંત સુધીમાં નવરાત્રિ દરમિયાન રમતાં ગરબાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળી જશે.
ત્યારે દર વર્ષની જેમઆ વર્ષે પણ પારૂલ યુનિવર્સિટી દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.
પારૂલ યુનિવર્સિટીમાં 65 દેશના 38000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
તેવામાં યુનિવર્સિટીના વાઇબ્રન્ટ કેમ્પસમાં ઉજવાતા PU નવરાત્રિ ફેસ્ટિવલની વિદ્યાર્થીઓ પર આતુરતાથી રાહ જોતા હોય છે.
આ વર્ષે PU નવરાત્રિ ફેસ્ટિવલ’ 2022ને 11 દિવસ માટે ઉજવવામાં આવનાર છે.
વિદેશી વિદ્યાર્થીઓ પણ જોડાયા
પારૂલ યુનિવર્સિટીનું કેમ્પસ એક સંપૂર્ણ વૈવિધ્યસભર વિશ્વ છે.
આ વર્ષે નવરાત્રિ માટે તમામ વિદ્યાર્થીઓ એકત્ર થયા છે.
એટલું જ નહીં કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પરંપરાગત ગરબા પોશાક અને સહાયક સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યા છે.
જેથી વિદેશી વિદ્યાર્થીઓ પણ ગુજરાતની પરંપરાથી વાકેફ થઇ શકે.
તે ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે ગરબા શીખવાના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સોલો-ગ્રુપ કેટેગરીમાં આકર્ષક રોકડ ઈનામ મળે છે
ઇવેન્ટ્ને યાદગાર બનાવવા માટે યુનિવર્સિટીએ RJ ક્ષિતિજ અને ‘વટ થી ગુજરાતી’ ના બેન્ડને નવરાત્રિ સહિત11 દિવસ માટે પરફોર્મ કરવા આમંત્રણ આપ્યું હતું.
શ્રેષ્ઠ ખેલૈયાઓને દરેક રાત્રીના અંતે સોલો અને ગ્રુપ કેટેગરીમાં આકર્ષક રોકડ ઈનામો પણ આપવામાં આવી રહ્યા છે.
આ વર્ષે PU નવરાત્રિમાં સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, મ્યાનમાર, ઝિમ્બાબ્વે, થાઈલેન્ડ, નેપાળ, અફઘાનિસ્તાન, તાન્ઝાનિયા અને ઈન્ડોનેશિયા, યુએસએ,
ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભૂટાન, બાંગ્લાદેશ, માલાવી, ઘાના સહિતના દેશના વિદેશી વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
અન્ય વૈવિધ્યસભર વૈશ્વિક સંસ્કૃતિના લોકો માટે તહેવારની ઉજવણી કરવા એકસાથે આવવું એ એક દુર્લભ દૃશ્ય છે
અને તે વડોદરા શહેરમાં પારૂલ યુનિવર્સિટી કેમ્પસમાં થઈ રહ્યું છે.