વીસીઇએને છૂટા કરવાના હુકમથી રોડ પર ઉતરવું પડશે : વીસીઇએ મંડળ

વીસીઇએ પોતાની પડતર માંગણીઓને લઇને લેખિત જાણ કરીને હડતાલમાં ગયા છે.
તેમ છતાં ઇ-ગ્રામ સોસાયટીના હુકમથી તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા વીસીઇએને છુટા કરવાની કામગીરી કરી રહ્યા છે.
આથી વીસીઇએ કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે.
જો લીગલ રીતે કામગીરી કરવામાં નહી આવે તો રોડ ઉપર ઉતરીને વિરોધ કાર્યક્રમની રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે ચીમકી ઉચ્ચારી છે.
પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે વીસીઇએ દ્વારા હડતાલનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર
જોકે વીસીઇએ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાલનું શસ્ત્ર ઉગાવવાના હોવાની જાણ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીને લેખિત જાણ કરી હતી.
જોકે હાલમાં રાજ્ય સરકાર સાથે બેઠકો કરવા છતાં વીસીઇએના પ્રશ્નોનું નિરાકરણ નહી આવતા હાલમાં હડતાલ ચાલુ છે.
વીસીઇએની હડતાલને પગલે ઓનલાઇન નોંધણી કરાતી નથી.
જેને પરિણામે ઓનલાઇન ખેડૂતોની નોંધણી માટે તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા વીસીઇએને ધમકી આપીને છુટા કરવાના આદેશ કરવામાં આવી રહ્યા છે.
આથી મંડળે વિકાસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.