પહેલા નોરતે વરસાદ થતાં ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા, રાત્રે ઉકળાટ પછી વરસાદી ઝાપટાં પડી શકે

વડોદરા શહેરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટાં પડતાં ગરબા-આયોજકો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાઈ ગયા હતા,
જોકે, બપોર બાદ વરસાદ રોકાઈ જતા હાશકારો અનુભવ્યો હતો.
વડોદરામાં બપોરે વરસાદી ઝાપટાં
કોરાનાકાળનાં બે વર્ષ બાદ કલાનગરી વડોદરામાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે,
ત્યારે વડોદરામાં આજે બપોરે 12:30 વાગ્યે પશ્ચિમ વિસ્તારમાં સમા, સુભાનપુરા, ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરા, મનીષા ચોકડી, અક્ષરચોકમાં વરસાદ પડ્યો હતો,
જ્યારે દક્ષિણ વિસ્તારમાં જાંબુવા, મકરપુરા, માંજલપુર, તરસાલીમાં વરસાદ પડ્યો હતો.
પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં પણ વરસાદ વડોદરા શહેરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં બપોરે 1:30 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો,
જેમાં કારેલીબાગ, વારસિયા, ખોડિયાનગર, આજવા રોડ, વેમાલી, માંડવી, વાઘોડિયા રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો
અને આકાશમાં વાદળો ગોરંભાયેલાં છે.