નવાફળીયામાં શાળા, પંચાયતમાં ઘૂસીને તસ્કરો ચોરી કરી ફરાર

ગરબાડા તાલુકામાં આવેલા નવા ફળિયાની પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતને તસ્કરોએ નીશાન બનાવતાં ખળભળાટ મચી ગયો હતો.
શાળા અને ગ્રામ પંચાયતમાં હજારો રૂપિયાની કિંમતની વિવિધ ચીજ વસ્તુઓ લઇ ગયા હતાં. આ મામલે ગરબાડા પોલીસે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગરબાડા તાલુકાના નવા ફળીયા આવેલ બામણીયા ફળિયા પ્રાથમીક શાળાને તસ્કરો નિશાન બનાવી દરવાજાના ઇન્ટરલોકને કટરથી કાપી નકુચો તોડી શાળામાં પ્રવેશ કર્યો હતો.
શાળામાં રાખેલ એલઈડી ટી.વી, પંખો સ્પીકર શતરંજીનો હાથફેરો કર્યો હતો.
આ સાથે નવા ફળિયા ગ્રામ પંચાયતનું તાળુ તોડી બે વજન કાંટા વગેરેની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.
વહેલી સવારે શાળાના દરવાજા ખુલ્લા દેખાતા ગ્રામજનોએ શાળાના આચાર્યને જાણ કરી હતી.
આ સંબંધે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષક કૌશિક પટેલ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.