ગોધરામાં આપકે દ્વાર આયુષ્યમાન અંતર્ગત લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરાયું
આજ રોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આવેલ ગોધરા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, મહિલા પોલીસ સ્ટેશન અને વાયરલેસ વર્કશોપનું રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગોધરા શહેરના જિલ્લા પોલીસ મુખ્યમથકના ગ્રાઉન્ડ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આપકે દ્વાર આયુષ્યમાન અને નિરામય કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.
આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની સાથે સાથે 12 લાખ પરિવારોને કાર્ડનો લાભ આપવામાં આવ્યો છે.
આયુષ્ય યોજનાના કાર્ડ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન બન્યા છે.
રાજ્યમાં કોરોના કાળ દરમ્યાન રાજ્યની પોલીસે ચોવીસ કલાક ખડેપગે રહીને લોકોને સુરક્ષા પૂરી પાડી છે.
આરોગ્ય વિભાગની સાથે સાથે પોલીસ વિભાગે પણ કોરોનાકાળ દરમ્યાન મહેનત કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પંચમહાલ પોલીસ દ્વારા જિલ્લાના નવ જેટલા કુખ્યાત આરોપીઓને પાસામાં ધકેલીને નોંધપાત્ર કામગીરી કરી છે.
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ વિભાગ દ્વારા પણ મોટા ગુનાઓના ભેદ ઉકેલીને પ્રસંશનીય કામગીરી કરવામાં કરવામાં આવી છે.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન સોલંકી, ધારાસભ્ય સુમનબેન ચૌહાણ અને જયદ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ સહિત જિલ્લાના આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં
આજરોજ ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં આવેલા ગોધરા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકની કચેરી મહિલા પોલીસ સ્ટેશન અને વાયરલેસ વર્કશોપનું લોકાર્પણ પ્રસંગે ગોધરા ખાતે આવ્યા હતાં.
ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ગૌ તસ્કરી અને કતલ કરનારો સામે કડક પગલા ભરી લાલ આંખ કરવામાં આવશે.
કેમ કે ગૌ માતાએ મોટાભાગના સમાજની આસ્થાનું કેન્દ્ર છે,
જેથી ગોધરા શહેરમાં જે રીતે સઈદ બદામ અને તેની આખી ગેંગને અનેકવાર પશુધારાનો કાયદો તોડવાનો પ્રયાસ કર્યો
જેથી પંચમહાલ પોલીસે મજબૂતાઈ અને કડકાઈથી આ બદામ ગેગ ઉપર ગુજસીટોકનો કાયદો લગાવ્યો હતો, કેમ કે બદામ અને તેની ગેંગ લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.
જેથી આગામી સમયમાં ગુજરાત પોલીસ આકરા પગલા ભરશે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોધરામાં હુકાર કર્યો હતો કે, જે લોકો ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કરશે તેની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.