ક્રિકેટ સટ્ટામાં પતિએ 20 લાખનું દેવું કરી લેણદારોને પત્નીનો નંબર આપ્યો, ઉઘરાણીથી કંટાળી પરિણીતા શેરીસા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી

પ્રતીકાત્મક તસવીર:ક્રિકેટ સટ્ટામાં પતિએ 20 લાખનું દેવું કરી લેણદારોને પત્નીનો નંબર આપ્યો, ઉઘરાણીથી કંટાળી પરિણીતા શેરીસા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી

ક્રિકેટ સટ્ટામાં પતિએ 20 લાખનું દેવું કરી લેણદારોને પત્નીનો નંબર આપ્યો, ઉઘરાણીથી કંટાળી પરિણીતા શેરીસા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી

પ્રતીકાત્મક તસવીર:ક્રિકેટ સટ્ટામાં પતિએ 20 લાખનું દેવું કરી લેણદારોને પત્નીનો નંબર આપ્યો, ઉઘરાણીથી કંટાળી પરિણીતા શેરીસા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી
પ્રતીકાત્મક તસવીર:ક્રિકેટ સટ્ટામાં પતિએ 20 લાખનું દેવું કરી લેણદારોને પત્નીનો નંબર આપ્યો, ઉઘરાણીથી કંટાળી પરિણીતા શેરીસા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી

 

મહેસાણામાં રહેતા સટ્ટાબાજ પતિએ ક્રિકેટ સટ્ટામાં 20 લાખનું દેવું કરીને લેણદારોને પત્નીનો નંબર આપી દેવામાં આવ્યો હતો.

ત્યારે લેણદારોની રોજબરોજની પઠાણી ઉઘરાણી અને અણછાજતા વર્તનથી હારી થાકીને પરિણીતા કલોલ તાલુકાના શેરીસા નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવવા પહોંચી ગઈ હતી.

જોકે, 181 અભયમની ટીમને જાણ થતા તાબડતોબ કેનાલ દોડી આવી હતી.

બાદમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે તેના પિતાને બોલાવીને પરિણીતાને સોંપી દઈ કાનૂની રાહે લેણદારોથી છુટકારો મેળવવા પોલીસની મદદ લેવા માર્ગદર્શન આપ્યું હતું.

લગ્નના થોડાક દિવસોમાં જ પતિ સટ્ટાબાજ હોવાનું જાણ થઈ

ગાંધીનગરના કલોલ ખાતે પિયરમાં રહેતી પરિણીતાના લગ્ન પાંચેક વર્ષ અગાઉ મહેસાણામાં સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યાં હતા.

લગ્ન પછી પરિણીતા સાસરીમાં પતિ સાથે રહેવા લાગી હતી. જોકે, પરિણીતા થોડાક દિવસોમાં જ પતિ સટ્ટાબાજ હોવાનું જાણી ગઈ હતી.

કેમકે પતિની ગેરહાજરીમાં લેણદારો ઘરે આવીને પૈસાની ઉઘરાણી કરતાં રહેતા હતા.

​​​​​​​પરિણીતાએ પાંચ વર્ષ સુધી પતિનો ત્રાસ સહન કર્યો

આ બાબતે તેણીએ પતિને ઘણો સમજાવ્યો હતો.

પરંતુ સટ્ટાના રવાડે ચડેલો પતિ ઝગડા કરી શારીરિક માનસિક ત્રાસ આપતો રહેતો હતો.

એક દિવસ પતિની કુટેવ સુધરી જશે એમ માનીને પરિણીતાએ પાંચ વર્ષ કાઢી નાખ્યા પણ હાર્યો જુગારી બમણું રમે એમ પતિ સટ્ટામાં દેવું કરવા લાગ્યો હતો.

ઘર બચતની રકમ પણ પણ સટ્ટામાં લગાવી દેતો હોવાથી દંપતી વચ્ચે કંકાસ થવા લાગ્યો હતો.

​​​​​​​લેણદારો પૈસા માંગે એટલે પતિ પત્નીનો નંબર આપવા લાગ્યો હતો

પતિ ક્રિકેટ સટ્ટાના રવાડે એવો ચડયો હતો કે સટ્ટો રમવા મિત્રો-પરિચિત લોકો પાસેથી લેવા લાગ્યો હતો.

ધીમે ધીમે દેવું 20 લાખ સુધી પહોંચી ગયું. એટલે હવે તો નજીકના મિત્રો પણ ઘરે આવીને પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા.

જે લોકો પરિણીતાને ભાભી કહીને સંબોધન કરતા એજ લોકો એલફેલ ભાષામાં વાત કરવા લાગ્યા હતા.

આટલું ઓછું હોય એમ પતિ લેણદારોથી બચવા સવારે ઘરેથી ગાયબ થઈ હતો.

છેલ્લે તો તેણે હદ જ વટાવી દીધી જેટલા પણ લેણદારો પૈસા માંગે એટલે પત્નીનો નંબર આપવા લાગ્યો હતો.

લેણદારો પરિણીતા સાથે ફોન ઉપર અણછાજતું વર્તન કરતા

 

જેથી લેણદારો પરિણીતા સાથે ફોન ઉપર અણછાજતું વર્તન કરીને પઠાણી ઉઘરાણી કરવા માંડ્યા હતા.

આમ લેણદારોનાં કડવા વેણનાં ઘૂંટડા સહન ન થતા પરિણીતા થોડા દિવસથી પોતાના પિયર રહેવા આવી ગઈ હતી.

જોકે, અહીં પણ લેણદારો ફોન કરીને ના કહેવાનાં શબ્દો બોલતા હતા.

આખરે કંટાળીને આપઘાત કરવાના ઈરાદે ગઈકાલે બજાર જવાનું કહીને તે ઘરેથી નીકળી ગઈ હતી.

બજાર જવાનું કહી પરિણીતા કલોલ શેરીસા કેનાલ પહોંચી

જે મોડે સુધી ઘરે પરત નહીં ફરતાં તેના પિતા સહિતના પરિવારજનોએ શોધખોળ આદરી હતી.

આ દરમ્યાન પરિણીતા કલોલ શેરીસા કેનાલ પહોંચી ગઈ હતી.

જેની શંકાસ્પદ હિલચાલ જોઈને કોઈએ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનને જાણ કરી હતી.

આથી અભયમ ટીમ તાબડતોબ કેનાલ દોડી ગઈ હતી.

​​​​​​​​​​​​​​અભયમની ટીમે પિતા સાથે મિલન કરાવ્યું

પરિણીતા કેનાલની પાળીએ ઉભી હતી.

જેને આપઘાત કરતાં અટકાવી દઈ અભયમની ટીમે પૂછતાંછ કરતાં ચોધાર આંસુએ ઉક્ત કથની વર્ણવી હતી.

બાદમાં 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે તેના પિતાને બોલાવીને પરિણીતાને સોંપી દઈ કાનૂની રાહે લેણદારોથી છુટકારો મેળવા પોલીસની મદદ લેવા માર્ગદર્શન આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp