વલસાડમાં પ્રી-નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યાં

લસાડ શહેરમાં રોટરી ક્લબ વલસાડ દ્વારા પ્રી-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમી ઉઠ્યા હતા.
વલસાડ શહેરના મોંઘભાઈ હોલ ખાતે ખેલૈયાઓ ગરબે રમવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા
અને તે આતુરતાનો અંત ખેલૈયાઓએ ગરબા ખેલીને પૂરો કર્યો હતો.
આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રિ ધામધૂમથી ઉજવશે
કોરોના મહામારીના 2 વર્ષના લાંબા વિરામ બાદ ખેલૈયાઓ નવરાત્રિની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.
કોરોના મહામારીના 2 વર્ષમાં ખેલૈયાઓ શેરીઓમાં નવરાત્રિ રમ્યા હતા.
જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરશે.
