અમદાવાદ મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સના ઉદ્વઘાટન માટે 100 ફી રખાઈ, વિવાદની બીકે રદ કરાઈ

મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 29 સપ્ટેમ્બરે 36મી નેશનલ ગેમ્સનો ભવ્ય ઉદ્વઘાટન સમારોહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાવાનો છે.
આ ઉદ્વઘાટન કાર્યક્રમમાં પ્રવેશ માટે રૂ.100 ફી રાખવામાં આવી હતી.
આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. મેસેજને પગલે કોર્પોરેશનની બસમાં જવા ઈચ્છતા લોકોમાં ગૂંચવાડો સર્જાયો હતો.
જો કે, ટિકિટના દરને લઇને વિવાદ શરૂ થાય તે પહેલાં જ રૂ.100 ફી લેવાનો નિર્ણય રદ કરાયો હતો.
ફી લેવાનો નિર્ણય રદ કરાયો
આ અંગે નેશનલ ગેમ્સના આયોજકોએ કહ્યું, અમદાવાદીઓને નેશનલ ગેમ્સમાં રસ છેકે નહીં?
તે જાણવાના ભાગરૂપે શરૂઆતમાં ખાનગી કંપની સાથે કરાર કરી પ્રવેશ ટિકિટ માટે રૂપિયા 100 ફી રાખી હતી.
ગણતરીની ટિકિટ જ રાખવામાં આવી હતી. અમદાવાદ સહિત ગુજરાતમાંથી એક લાખ લોકો આવવાનો અંદાજ છે.
લોકો સરળતાથી સ્ટેડિયમ જઈ શકે તે માટે મ્યુનિ.એ 800 બસની વ્યવસ્થા કરી છે.
કોર્પોરેશને મફત પ્રવેશની જાહેરાત કરી રજિસ્ટ્રેશન કરાવવા માટે જણાવ્યું છે.
રજિસ્ટ્રેશન માટે નામ અને મોબાઈલ નંબર આપવો પડશે
રજિસ્ટ્રેશનના આધારે લોકોને લાવવા લઈ જવામાં સરળતા રહેશે.
રજિસ્ટ્રેશનમાં લોકોએ નામ, મોબાઈલ નંબર, રહેણાક સરનામું લખવાનું રહેશે.
રજિસ્ટ્રેશનના આધારે બસો મૂકવામાં આવશે.
જેથી લોકોને સ્ટેડિયમ પહોંચવામાં અને ઘરે પરત આવવામાં વાહનવ્યવસ્થા સરળતાથી મળી રહે.