નવરાત્રિના નવ દિવસ ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય

પ્રતીકાત્મક તસવીર:નવરાત્રિના નવ દિવસ ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય

નવરાત્રિના નવ દિવસ ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય

પ્રતીકાત્મક તસવીર:નવરાત્રિના નવ દિવસ ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય
પ્રતીકાત્મક તસવીર:નવરાત્રિના નવ દિવસ ખુદને સર્વશ્રેષ્ઠ બનાવવાનો સમય

 

આ ઓડિશાના પુરીથી 178 કિમી દૂર પુરુષોત્તમપુર ઋષિકુલ્યા નદીના કિનારે આવેલા માતા તારાતારિણી છે.

આ દેશનાં ચાર આદિશક્તિ પીઠમાંથી એક છે. અહીં 16 દિવસની નવરાત્રિ હોય છે.

આ દરમિયાન રાત્રે પણ મંદિરના પટ ખુલ્લા રહે છે. સપ્તમી, અષ્ટમી અને નોમના રોજ માતા ગર્ભગૃહમાંથી બહાર આવે છે

અને તેમને પરિક્રમા કરાવાય છે. તેને તંત્ર આદિ શક્તિપીઠ પણ કહેવાય છે.

આદિ શક્તિપીઠ પોતાના અંદર નૈતિક શક્તિઓ જગાડવાનું સ્થળ છે.

સૃષ્ટિના આ સૌથી સુંદર નવ દિવસ હોય છે.

તંદુરસ્તી-સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના નવ દિવસ. વિજ્ઞાન અનુસાર આ દરમિયાન રાત અને દિવસનો સમય લગભગ સમાન હોય છે. સાથે જ આ ઉત્તમ શરૂઆતનો પણ સાચો સમય છે.

મન અને શક્તિ…

સમૃદ્ધ જીવન માટે જે ચાર ગુણ સૌથી જરૂરી છે, તે આ રીતે આપે છે દેવી

આપણું જીવન સાહસ, બુદ્ધિ, સંતુષ્ટિ અને સુખના 4 સ્તંભ પર ટકેલું છે.

આ ગુણોને મનમાં જગાડવા માટે ભગવાન વિષ્ણુ અને રામે પણ શક્તિની આરાધના કરી હતી.

સાહસ

એટલે ક્ષમતાઓને ઓળખવી, એટલા માટે જ રામે કરી હતી આરાધના

આપણે જીવનમાં જે કોઈ કામ કરીએ છીએ તે આપણી પાસે જે નથી તેને પ્રાપ્ત કરી શકીએ તેના માટે કરીએ છીએ.

તેના માટે આપણે પોતાની ક્ષમતા ઓળખીને કર્મ કરીએ છીએ. આસ સાહસ આપણને દેવી પાસેથી પ્રાપ્ત થાય છે.

વાર્તા: રાવણ સાથે યુદ્ધ પહેલા ભગવાન રામે નવરાત્રિમાં અપરાજિતા દેવીની પૂજા કરી હતી.

આ પૂજા પાછળનો ભાવ તમામ દિશાઓમાંથી વિજય પ્રાપ્તિનો હતો.

નવરાત્રિમાં આપણે જ્યારે દેવીની પૂજા કરીએ છીએ તો આ જ પ્રાર્થના હોય છે કે રામ જેવું આપણું ચરિત્ર હોય. રામ જેવી શક્તિ મળે. આપણું મન સાહસથી ભરપૂર હોય.

સમૃદ્ધિ

એટલે તેને આગળ વધારવી, એટલે જ ઈન્દ્રએ મા લક્ષ્મીનો સ્રોત રચ્યો હતો

જીવનમાં કઠોર પરિશ્રમથી ધન, માન-સન્માન, સુખ-સુવિધાની વસ્તુઓ આપણે મેળવીએ છીએ.

આ સિદ્ધિઓનો આપણે સદુપયોગ કરી શકીએ એ સમજ આપણને દેવી પાસેથી પ્રાપ્ત થાય છે.

વાર્તા: એક વખત માતા લક્ષ્મીનું અપમાન કરવા માટે સ્વર્ગના રાજા ઈન્દ્રને દુર્વાસા મુનિએ સમૃદ્ધિવિહોણા કરી દીધા.

એ સમયે ઈન્દ્રએ શક્તિ સ્વરૂપ લક્ષ્મીજીની આરાધના કરી અને મહાલક્ષ્મીનો સ્રોત રચ્યો.

સમૃદ્ધિ પાછી આવી. નવરાત્રિમાં શક્તિની પૂજામાં મનમાં આ જ ભાવ હોય છે કે, આપણે, આપણો પરિવાર અને સમજ સમૃદ્ધ બને.

સંતોષ

એટલે દરેક સ્થિતિમાં આનંદ રહે, એટલા માટે પાર્વતી ગુફાઓમાં રહ્યાં

આપણે જીવનમાં જે સુખ-સુવિધાઓ અને સિદ્ધિઓ મેળવી છે તેનો પરિવારની સાથે હંમેશા આનંદ લઈ શકીએ અને તેના દ્વારા મળલો સંતોષ ટકી રહે,

એટલા માટે આપણે શક્તિની આરાધના કરીએ છીએ.

વાર્તા: પાર્વતી માતા શંકરજી સાથે લગ્ન કરવા તૈયાર ન હતાં.

પાર્વતી રાજકુમારી હતાં. જીવન સુખ-સાહ્યબીમાં પસાર થયું હતું. તેમ છતાં તેઓ શંકર સાથે ગુફાઓમાં રહેવા તૈયાર હતાં.

નવરાત્રિમાં આપણે દેવીના ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી, લક્ષ્મી જેવા સૌમ્ય રૂપની પૂજા કરીએ છીએ, જેથી આપણું મન સંતોષથી ભરેલું રહે.

સુખ

એટલે સમૃદ્ધિની વહેંચણી, દેવીનો આ જ સૌથી મોટો સંદેશો લોકો માટે છે

આપણે જીવનમાં વિદ્યા, બુદ્ધિ, બળ અને ધન જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે તેનો ખર્ચ કરવો, જરૂરિયાતમંદો સાથે વહેંચવું સૌથી મોટું સુખ છે, નવરાત્રિ આપણને આ જ બોધ આપે છે.

વાર્તા: એક વખત દેવી અનેક દિવસોથી તપસ્યા કરી રહ્યાં હતાં.

આ દરમિયાન જોયું કે મગરે એક બાળકને પકડી લીધું છે. દેવીએ તેને મુક્ત કરવાનો આગ્રહ કર્યો તો મગરે કહ્યું કે તમે તમારી તપસ્યાનું ફળ મને આપી દો તો હું છોડી દઈશ.

માતાએ તપનું ફળ તેને આપી દીધું. નવરાત્રિ આપવાનો આ ભાવ પોતાના અંદર જગાડવાનો દિવસ છે.

વિજ્ઞાન અને શક્તિ

સૃષ્ટિ એક વર્ષમાં ચાર તક આપે છે જેથી તમે તંદુરસ્ત અને સમૃદ્ધ બનો

ઋતુ પરિવર્તનના ચાર સમયે સૃષ્ટિનું સૌંદર્ય ચરમ પર હોય છે.

આ નવરાત્રિના દિવસો છે. આ દરમિયાન સૃષ્ટિ તમને તંદુરસ્ત બનવાની પણ તક આપે છે.

નવરાત્રિ: રાત અને દિવસ લગભગ એક સમાન હોય છે

વસંત અને શારદીય નવરાત્રિ: વર્ષનો એ સમય જ્યારે સૂર્ય ભૂમધ્યરેખાની સૌથી નજીક હોય છે

અને દિવસ-રાતનો સમય એકસમાન હોય છે. વિજ્ઞાનની ભાષામાં તેને ઈક્વિનોક્સ કહે છે.

આવું વર્ષમાં બે વખત થાયછે. 20 માર્ચના રોજ, જેને વર્નલ ઈક્વિનોક્સ કહે છે અને 22 સપ્ટેમ્બરે જેને ઓટોમલન ઈક્વિનોક્સ કહે છે.

આ દિવસોમાં ધરતી સુધી સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ બરાબર પહોંચે છે. વર્ષમાં જ્યારે આ બે ખગોળીય ઘટનાઓ ઘટતી હોય છે

ત્યારે આપણે વસંત નવરાત્રિ અને શારદીય નવરાત્રિ મનાવીએ છીએ.

વસંત નવરાત્રિ ઉનાળાના પ્રારંભ એટલે કે બરફ ઓગળવાની ઋતુ લાવે છે અને શરદની નવરાત્રિ બરફ પડવાની ઋતુ લાવે છે.

અષાઢ અને પોષ નવરાત્રિ : વર્ષનો એસમય જ્યારે સૂર્ય ભૂમધ્યરેખાની સૌથી દૂર હોય છે.

વર્ષના આ દિવસોમાં દિવસ સૌથી લાંબા અને રાત સૌથી ટૂંકી હોય છે. વિજ્ઞાનમાં તેને સાલ્સ્ટિસ કહે છે.

સમર સાલ્સ્ટિસ 21 જૂનના રોજ હોય છે. આ તારીખે દિવસ સૌથી લાંબો અને રાત સૌથી ટૂંકી હોય છે.

ત્યાર પછી દિવસ નાના થવા લાગે છે. વિન્ટર સાલ્સ્ટિસ 22 ડિસેમ્બરે હોય છે.

આ તારીખે દિવસ વર્ષનો સૌથી ટૂંકો હોય છે અને રાત સૌથી લાંબી હોય છે.

વર્ષની આ બે મહત્વપૂર્ણ ખગોળીય સ્થિતિ દરમિયાન આપણે પોષ અને અષાઢ નવરાત્રિ મનાવીએ છીએ, જેમને ગુપ્ત નવરાત્રિ પણ કહે છે.

વર્ષના આ દિવસો દરમિયાન સૃષ્ટિનું સૌંદર્ય સૌથી વધુ વધી જાય છે

આશ્વિન માસની શારદીય નવરાત્રિમાં વધુ ઠંડી પણ હોતી નથી કે ગરમી પણ નહીં. સૃષ્ટિ અને ઋતુ બદલાવાની અસર વ્યક્તિગત અને બહાર એમ બંને સ્વરૂપે જોવા મળે છે.

વ્યક્તિગત રીતે આ સાધના, ધ્યાનનો સમય છે. જ્યારે બહારની દુનિયામાં આ દરમિયાન ગરમી ઘટે અને વધે છે.

વિજ્ઞાનમાં તેને ‘પ્રિન્સિપાલ ઓફ થર્મોડાયનેમિક્સ’ કહે છે. આપણાં ઋષિ જાણતા હતા કે ઈક્વિટલ સાઈકલના 4 બિન્દુ બ્રહ્માંડની શક્તિના વિઘટન અને ફરીથી નિર્માણનું પ્રતિનિધિત્વ કરે છે.

જે આપણા મન અને શરીરની નાનકડી દુનિયામાં ગ્રીન સાઈકલના પૂરા થવા અને પછી નવા અંકૂર ફૂટવા સમાન છે.

તંદુરસ્તી સુધારવાનો પણ આ સૌથી શ્રેષ્ઠ સમય છે

શારદીય નવરાત્રિમાં શિયાળાની શરૂઆત હોય છે. એટલે આ દરમિયાન હલકો આહાર લેવામાં આવે છે.

વર્ષના આ સમય દરમિયાન પાચન પ્રક્રિયા અપેક્ષાકૃત ધીમી હોય છે.

એટલે આળસ, કંટાળો અનુભવાય છે. એટલા માટે જ કહેવાય છે કે નવરાત્રિમાં ઉપવાસ ન કરો તો પણ ભોજન હળવું લેવું જોઈએ.

ઉપવાસથી ગેસ્ટ્રોઈન્સ્ટેનટાઈન ટ્રેક સુધરે છે. ભોજન પચાવવાની ક્ષમતા સુધરે છે.

ઋતુ પરિવર્તનનો આ મુખ્ય સમય હોય છે. એટલે બીમારી ફેલાવનારા બેક્ટેરિયા અને જીવાણુ વધુ સક્રિય હોય છે.

આ સ્થિતિમાં નવરાત્રિના સમયે ઉપવાસનું મહત્ત્વ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp