રાજ્યમાં 10 હજાર કરોડના ચિટ ફંડના કૌભાંડો થાય છે

કોંગ્રેસની છત્તીસગઢની સરકારે પોન્ઝી સ્કીમ અને ચિટ ફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુન્હેગારોને જેલ હવાલે કરવાનો કાયદો બનાવીને નાગરિકોને પૈસા આપવાની પ્રક્રિયા હાથ ધરી છે
ત્યારે કોંગ્રેસે પણ ગુજરાતમાં આવો કાયદો બનાવવાનો વાયદો કર્યો છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતુ કે, ગુજરાતભરમાં 10 હજાર કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો થયા છે
ત્યારે કોંગ્રેસની સરકાર આવશે તો પોન્ઝી અને ચિટફંડના ફસાયેલા નાણા પરત અપાવશે.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. દોશીએ કહ્યું હતું કે, પોન્ઝી સ્કીમ અને ચિટફંડમાં નાણાં ગુમાવનારને નાણાં પરત મળે અને આર્થિક ગુના કરનાર તત્ત્વો જેલ હવાલે થાય તે માટે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર રચાયા પછી તરત જ કાયદો ઘડાશે. ગુજરાતભરમાં રૂ. 10 હજાર કરોડથી વધુના પોન્ઝી અને ચિટફંડના કૌભાંડો થયા છે
ત્યારે ભાજપ સરકાર કેમ મૌન ? તેમણે કહ્યું હતું કે,પોન્ઝી સ્કીમમાં લાખો કરોડો રૂપિયા ગુમાવનાર પીડિતોની ગુજરાતમાં લાખોની સંખ્યા છે,
જેમને એક રૂપિયો પરત મળ્યો નથી. કોંગ્રેસની સરકાર આવશે તો એસાઈટીની રચના કરી લોકોના પૈસા પરત અપાશે.
મુખ્ય ગુનેગારો સાથે એજન્ટોને પણ જેલના હવાલે કરવામાં આવશે.