મેઘરજના મોટીમોયડીના મહિલા તલાટીને સરપંચ સહિત 4 જણે મારમાર્યાનો આક્ષેપ

મેઘરજ તાલુકાના મોટીમોયડી ગ્રામ પંચાયતના મહિલા તલાટીને સરપંચ, સરપંચની પત્ની,ડેપ્યુટી સરપંચ અને એક સભ્ય સહિત ચાર જણાંએ મહિલા તલાટીને ગ્રામ પંચાયતની ગ્રામસભા બાદ માર્યાનો મહિલા તલાટીએ આક્ષેપ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે.
મોટીમોયડી ગ્રામ પંચાયતના તલાટી નીલમબેન ગૌતમભાઈ પરમાર ગુરૂવારના રોજ મોટી મોયડી ગ્રામ પંચાયતમાં આવેલ રાજીવ ગાંધી ભવનમાં ગ્રામસભામાં હાજર હતા
અને ગ્રામસભા પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે કરી રહ્યા હતા.
તે દરમિયાન પંચાયતના સરપંચ તેમના પત્ની ડેપ્યુટી સરપંચ અને પંચાયતના એક સભ્ય સહિત ચાર શખ્સો ઘરે જઈ પરત ગામ પંચાયતમાં આવી તલાટી નિલમબેન પરમાર ઉપર હુમલો કરી મારમારતાં મહિલા તલાટીએ મેઘરજ પોલીસને જાણ કરતાં મેઘરજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.