યાત્રાધામ શામળાજીમાં પિતૃ મોક્ષ માટેનું અનેરૂ મહત્વ; ભગવાન વિષ્ણુ પિતૃઓના આત્માને તૃપ્ત કરે છે

ભાદરવો માસ એટલે પિતૃઓને મોક્ષ અપાવવા માટેનું પખવાડિયું ભગવાન વિષ્ણુ પિતૃઓના આત્માને તૃપ્ત કરે છે.
ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક માત્ર યાત્રાધામ શામળાજીમાં શ્રાદ્ધ પક્ષમાં પિતૃ મોક્ષની વિધિનું અનેરું મહત્વ રહેલું છે.
હાલ ભાદરવા વદમાં પિતૃઓની તિથિ ગણાય છે.
દરેક વ્યકતિ પોતાના પિતૃઓના મોક્ષ માટે માતા પિતાનું શ્રાદ્ધ કરતા હોય છે, માતૃ પિતૃ તર્પણ પણ કરતા હોય છે.
ત્યારે યાત્રાધામ શામળાજીમાં પિતૃ તર્પણ માટે ભૂદેવો દ્વારા ખાસ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.
શામળાજી મંદિર પરિસરમાં વૈદિક પદ્ધતિથી બનાવેલ યજ્ઞશાળામાં ભૂદેવો દ્વારા વિષ્ણુ ભગવાનની પાત્રા સદન પૂજા કરવામાં આવે છે
અને માતૃ પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે. ભગવાન શામળિયો તમામ ગત થયેલ પિતૃઓને મોક્ષ અપાવે છે
અને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ તૃપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ પિતૃઓને સદગતી અપાવે છે.
ત્યારે ભગવાન શામળિયાના સાનિધ્યમાં ભગવાન વિષ્ણુની પાત્રા સદન પૂજાનું અનોખું મહત્વ છે.