કોરોનામાં ભાંગી પડેલા વાજિંત્રોના ધંધામાં તેજી આવી

ડભોઇ સહિત સમગ્ર ગુજરાતમા નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી ચાલુ સાલ થનાર છે.
બે વર્ષથી કોરોના ગ્રહણ દરેક વેપાર ધંધામા લાગ્યું હતું. જેની અસર નવરાત્રિમા પણ જોવા મળી હતી.
હાલ ડભોઇમા નવરાત્રિ ઉત્સાહ પૂર્વક ઉજવણી થનાર છે.
પણ પેઢી દર પેઢી સંગીતના સાધનોનો વ્યવસાય કરતા ડભોઇના ઈશ્વરલાલ તબલાવાળા પરિવાર કોરોના ગ્રહણબાદ તેમજ હાલ વધી રહેલા ટેકનલોજીના ઇલટ્રિક સંગીત સાધનોને લઈ વ્યવસાયમા રોજગારમા ભારે માર પડતો હતો.
હાલ વ્યવસાય ઘણો ઓછો થયો છે.
પણ પેઢીનો વ્યવસાય સાચવા આજે પણ ત્રણ પેઢીથી સંગીતના સાધનોનું વેચાણ તેમજ રીપેરીંગ કામ કરી રહ્યા છે.
આગામી નવરાત્રિ આવી રહી છે ત્યારે દૂર દૂર થઈ લોકો તબલા, ઢોલક, સહિત વિવિધ સાધનો ખરીદી માટે તેમજ રીપેર કરાવા આવતા હોય છે.
પહેલા જેટલો ક્રેઝ રહ્યો નથી પણ પરિવારનું ગુજરાન થઈ શકે તે રીતે વ્યવસાય કરી રહ્યા હોવાનું વેપારી જણાવી રહ્યા છે.
નવરાત્રિ પર્વને હોવી માત્ર ગણતરીના દિવસો બાકી છે.
ત્યારે છેલ્લા 100 વર્ષથી ડભોઇ નગરમા સંગીતના સાધનનો પેઢી દર પેઢી વ્યવસાય કરતા ઇશ્વરલાલ ચુનીલાલ તબલાવાળા પરિવાર બે વર્ષ કોરોના ગ્રહણમાંથી પસાર થયા બાદ
આજે પણ પોતાના પેઢીનો વ્યવસાય સાચવી રાખ્યો છે. હાલ નવરાત્રિ જાહેર ઉજવણી થાય છે.
વર્ષો પૂર્વે શેરી ગરબાનો ક્રેઝ ખૂબ વધુ હતો. પણ હવે જેમ જેમ યુગ બદલાય ટેકનોલોજી વધી રહી છે.
ત્યારે યુવાનો ડીજેના તાલે મજા માણતા હોય છે.
જાહેર ગરબા મહોત્સવને કારણે હાલ શેરી ગરબા લુપ્ત બન્યા છે. તેવામાં સંગીતના સાધનના વ્યવસાયમાં ખૂબ રસ ઓછો થઈ રહ્યો છે.
તેવામાં સંગીત સાધનોનો પેઢી દર પેઢી વ્યવસાય કરતા પરિવારોને મુશ્કેલી સામનો કરવો પડે છે.
હાલ તો કઈ અંશે કોરોના ગ્રહણ બાદ કલાસિકલમા તબલા, ઢોલ, સહિતના સાધનોનો ઉપયોગ થતો જ હોય કાઈ અંશે વ્યવસાય ચાલી જાય છે.
પરિવારનો ગુજારો કરી શકાય તે રીતે વ્યવસાય થતો હોય છે.
લુપ્ત થતા શેરી ગરબા પુનઃ પ્રસ્તાપિત થાય તો સંગીતના સાધનોનો વ્યવસાય પુનઃ ધમ ધમતો બને તેવું વેપારીઓનું માનવું છે.