મહીસાગર : બાકોર પોલીસની રાત્રીના સમયે સરાહનીય કામગીરી…

સ્ટેટ હાઇવે પરથી મધ્યપ્રદેશના એક પરિવાર બે નાના બાળકો સાથે રાજસ્થાનના
સાવરીયા ગામથી પાવાગઢ દર્શન ખાતે જઈ રહ્યા હતા તે સમયે બાકોર પોલીસ સ્ટેશનના
બાબલીયા ગામની સીમમાં રસ્તા પર મધ્યપ્રદેશના પરિવારની ગાડી બગડી હતી
જેના લીધે પરિવાર ખુબ જ મુશ્કેલીમાં મુકાયો હતો જેના કારણે પરિવાર દ્વારા આખરે કોઈ વિકલ્પ ન મળતા
૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ ને જાણ કરી હતી અને આ બાબત અંગેની જાણ
મહીસાગર ના બાકોર પોલીસ સ્ટેશનમાં થતા તત્કાલીન પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી અને
રસ્તા માં ગાડી બગડવાને કારણે ખોટકાયેલા પરિવાર ને કારીગર બોલાવી ને રાતો રાત ગાડી રીપેર કરાવી હતી
અને પરિવાર ને પાવાગઠ ધાર્મિક યાત્રા પર જવા રવાના કર્યા હતા.
આમ મહીસાગર જિલ્લા બાકોર પોલીસ દ્વારા મોડી રાત્રીના સમયે ઉપરોક્ત પરિવારને જરૂરી મદદરૂપ પુરી પાડી
તેઓના પ્રવાસને પૂર્વવત કરવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
અને ગત રોજ મોડી રાત્રીના સમયે મોડાસા-લુણાવાડા પોલીસ પ્રજા નો મિત્ર છે તે સાર્થક કર્યું હતું.