જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન,નિર્જીવ થતી જમીન પર્યાવરણ સમતુલા અને આરોગ્યને નુકશાન

પ્રતીકાત્મક તસવીર:જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન,નિર્જીવ થતી જમીન પર્યાવરણ સમતુલા અને આરોગ્યને નુકશાન

જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન,નિર્જીવ થતી જમીન પર્યાવરણ સમતુલા અને આરોગ્યને નુકશાન

પ્રતીકાત્મક તસવીર:જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન,નિર્જીવ થતી જમીન પર્યાવરણ સમતુલા અને આરોગ્યને નુકશાન
પ્રતીકાત્મક તસવીર:જમીનમાં પ્રાકૃતિક ઘટકોને નુકશાન,નિર્જીવ થતી જમીન પર્યાવરણ સમતુલા અને આરોગ્યને નુકશાન

 

તળાજા સહીત ખેતીવાડી સમૃધ્ધ ગણાતા વિસ્તારોમાં વર્ષોવર્ષ કિસાનો ખેતી ખંતથી કરતા હોવા છતા કુદરતી રીતે કપાસમાં ગુલાબી ઇયળો, લીલી પોપટી,

સફુદ મસી, તેમજ મગફળી, કઠોળ સહીત વિવિધ પાકોમાંફુગ,ઇયળો મેલોમસી, થ્રીપ્સ સહીત પાક ભક્ષક જીવાતોનો પ્રકોપ વધતો રહ્યો છે.

ખેડૂતો બારમાસી અધિકતમ ઉત્પાદન મેળવવાની દોડમાં અનેક પ્રકારનાં ખાતર, દવા, રસાયણોનાં અતિશય ઉપયોગથી જમીનનો કુદરતી રસ-કસ ચુસાઇ જાય અને ધરતીનાં પ્રાકૃતીક બંધારણો જોખમાય તેવી સ્થિતી નિર્માણ થતા આખરેજમીનની પાક ઉત્પાદન ક્ષમતાને સુક્ષ્મ રીતે નુકશાન થઇ રહેલ છે.

સમગ્ર સૃષ્ટીનુ પોષણ કરનાર વસુંધરાને આપણી સંસ્કૃતીએ ધરતીમાતા કહી છે.

કૃષી આધારીત અહીનાં અર્થતંત્રમાં હરીયાળી ક્રાંતીને અનુરૂપ મબલખ અન્ન મેળવવા અને તેમાં તેમાં ઉદ્ભવતા જીવાત રોગોના નિયંત્રણ માટે દવા રસાયણોનાં અનિયંત્રિત ઉપયોગથી જમીનનાં પ્રાકૃતીક ઘટકોને નુકશાનકારક વિષચક્ર વિસ્તાર પામતુ જાય છે.

આ સંજોગોમાં ધરતીનાં કુદરતી સ્વસ્થ બંધારણથી વિપરીત રીતે નિર્જીવ થઇ રહેલ જમીનને તેના અસલ પ્રાકૃતીક સ્વરૂપે પુન: જીવીત કરવા જમીનને સમય સમય પર ઉત્પાદનથી મુક્ત રાખી આરામ આપી તેનાં ઘટક દ્રવ્યોનાં કુદરતી સ્વરૂપને પુન: સ્થાપન કરવા અને તેના દ્વારા આખરે ખેતવિકાસને વધુ સમૃધ્ધ કરવા કિસાનોએ જાગૃતી દાખવવી જોઇએ.

ખેતી વિકાસમાં નૂતન અભિગમ કેળવી જમીનનું સમય સમય પર પૃથ્થકરણ આવશ્યક

કૃષી વિકાસમાં વિજ્ઞાન-ટેક્નોલોજીનાં અતિરેકને બદલે ખેતીમાં નૂતન અભિગમ કેળવવા જમીનનું સમય સમય પર પૃથ્થકરણ કરી તેમા જે પોષક તત્વોની ઉણપ હોય તેની આપુરતી કરવા ઉપરાંત બારમાસી ઉત્પાદનથી વિપરીત જમીનને થોડો સમય આરામ આપી ખેડ કરીને તેમાં સુસંગત દેશી કે જૈવીક ખાતર નાખી જમીનમાં કુદરતી રીતે ઉદભવતા પોષક તત્વો,

સજીવ રક્ષકો, અળસીયા, પરભક્ષી મિત્ર જીવાણુઓ, ઉપયોગી કીટકો, ફુગ, બેક્ટેરીયા કે જે જમીનની ભૌતીક, રાસાયણીક, પ્રાકૃતીક લાક્ષણીક્તા જાળવવા રાત દિવસ સતત ઉદ્યમ કરી જમીન અને પાકને સ્વસ્થ સમૃધ્ધ અભિગમ અપનાવવાથી મબલખ અને આરોગ્યપ્રદ ખાદ્યાન્ન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp