ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનાર યોજાયો

સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર ખાતે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામ પ્લસ સેમીનારનું આયોજન કરાયું હતું,
ફેમિલી પ્લાંનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી સરકારી ઈજેનરી કોલેજ ભાવનગર એનએસએસ યુનિટ દ્વારા માર્ગદર્શન સેમીનારનું આયોજન કરાયું હતું,
આરોગ્યને લગતી સેવાઓ અને માહિતી પહોંચાડાઇ
સરકારી ઇજનેરી કોલેજ ભાવનગર અને ફેમિલી પ્લાંનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની અમદાવાદ શાખા દ્વારા ઇજનેરી કોલેજના વિધાર્થીઓ માટે હેલ્થ એજ્યુકેશન પ્રોગ્રામનું આયોજન કરવાંમાં આવ્યું હતું.
ફેમિલી પ્લાંનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દેશની વિભિન્ન સંસ્થાઓ સાથે કાર્યરત રહી આરોગ્યને લગતી સેવાઓ અને માહિતી પહોંચાડવા અને વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ માટે પ્રયત્નશીલ રહે છે.
સરકારી ઇજનેરી કોલેજ ભાવનગરના આચાર્ય ડો.જી.પી. વડોદરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું તથા સેમિનારનું સંચાલન કોલેજની એનએસએસ યુનિટ દ્વારા કરવાંમાં આવ્યું હતું,
વિશ્વમાં ભારતમાં એડોલસેન્ટ વયજૂથની વસ્તી સૌથી વધારે
જેમાં 150થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો.
કોલેજના આચાર્યએ સ્વાગત સંબોધનમાં જણાવ્યું હતું કે વિશ્વમાં ભારતમાં એડોલસેન્ટ વયજૂથની વસ્તી સૌથી વધારે છે જે ભારતના આર્થિક અને સામાજિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
આમંત્રિત મહેમાન અને એફપીએ ઇન્ડિયાની અમદાવાદ શાખાના જનરલ મેનેજર સુરેશ મરાઠા દ્વારા સંસ્થાની કામગીરી અને ઉદેશોથી વિદ્યાર્થીઓ ને વાકેફ કર્યા હતા,
શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત
સેમીનારમાં એફપીએ ઇન્ડિયા ની અમદાવાદ શાખાના પ્રોગ્રામ ઓફિસર ડો.નેહા લુહાર દ્વારા વિધાર્થીઓને જેન્ડર બાયસ, સેફટી પ્લાન, રિલેશનશિપ અને સ્ટ્રેસ એન્ડ એંગર મેનેજમેન્ટ જેવા વિષયો ઉપર ખુબજ વિગતવાર અને ઊંડાણ પૂર્વકનું જ્ઞાન પ્રદાન કર્યું હતું.
આ ઉપરાંત મોટિવેશનલ સ્પીકર સુરેશદાન ગઢવીએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાત વિધાર્થીઓને રસપ્રત ઢબે સમજાવી હતી.
કાર્યક્રમની સફળ પુર્ણાહુતી એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા આમત્રિત વક્તાના અભિવાદનથી કરવામાં આવી હતી.