ખંભાળિયાના સલાયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ આયોજન કરવામાં આવ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા અનેકવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આવતીકાલે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોઈ ખંભાળિયા તાલુકાના સલાયા ગામની આંગણવાડીના બાળકોને નાસ્તા વિતરણ, શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સફાઈ અભિયાન, જુદા જુદા વૃક્ષોનું વાવેતર ઉપરાંત નીલકંઠ મહાદેવના મંદિરે દીપમાળાના દર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
આ આયોજન માટે સલાયા ભાજપના મહામંત્રી ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ) સાથે ભાજપના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.