ખંભાળિયાના સલાયામાં વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગઈકાલે રવિવારે વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયાની જાણીતી ક્રિષા હોસ્પિટલ તથા સલાયાની ક્રિષ્ના હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ નિદાન કેમ્પમાં ગાયનેક ડોક્ટર ભરત ગઢવી,
બાળરોગ નિષ્ણાત ડોક્ટર સાગર ભૂત, સર્જન ડોક્ટર સુષ્મા સિંઘ, જનરલ ફિઝીશિયન શિવાની નકુમએ સારવાર આપી હતી.
આ કેમ્પમાં 150 જેટલા દર્દીઓનું નિદાન કરી વિના મૂલ્યે દવા પણ આપવામાં આવી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે સલાયા શહેર ભાજપના લાલજીભાઈ ભુવા, સુમિતભાઈ લાલ તથા અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી.