ખંભાળિયામાં પરિણીતાની ભરણપોષણની અરજી મંજૂર, ફેમીલી કોર્ટે 6 હજાર રૂપિયા ચુકવવા હુકમ કર્યો

ખંભાળિયા તાલુકામાં રહેતા ભાવિષાબેન જગદીશભાઈ ગાગલીયાના લગ્ન ભાણવડના જગદીશભાઈ પાલાભાઈ ગાગલીયા સાથે થયા હતા.
લગ્ન જીવન દરમ્યાન તેઓને એક સંતાનનો જન્મ થયો હતો.
ભાવિષાબેનને તેણીના પતિ જગદીશભાઈ દ્વારા લગ્ન જીવન દરમ્યાન શારીરિક તથા માનસીક દુઃખ-ત્રાસ આપી કાઢી મુકવામાં આવ્યાં હતાં.
જેથી ભાવિષાબેન દ્વારા પોતાનું તથા પોતાની સગીર પુત્રીનું ભરણપોષણ મેળવવા માટે ખંભાળિયાની ફેમીલી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જેમાં અરજદારના એડવોકેટ ફાલ્ગુની એચ. બારોટની દલીલો ધ્યાને લઈ ભાવિષાબેનની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી હતી.
કોર્ટ દ્વારા માતા-પુત્રીને કુલ રૂ.6 હજારનું ભરણપોષણ મંજુર કરવામાં આવ્યું છે.
આ કેસમાં અરજદાર ભાવિષાબેન તરફે એડવોકેટ ફાલ્ગુની એચ. બારોટ તથા મદદમાં હિતેશભાઈ રાયચુરા રહ્યાં હતાં.