માલધારી સમાજે દૂધનું વેચાણ બંધ રાખતા ખેડા જિલ્લામાં લોકોને સવાર સવારમાં દૂધ માટે રખડવું પડ્યું
સામાન્ય રીતે ચ્હાની ચૂસ્કીથી મીઠી સવાર શરુ થતી હોય છે. પરંતુ આજે માલધારી સમાજે ઢોર નિયંત્રણ મામલે કાળો કાયદો ગણાવી દૂધના વેચાણ નહી કરતા લોકોને સવાર સવારમાં દૂધ માટે આમતેમ ભટકવું પડ્યું હતું.
ખેડા જિલ્લામાં પણ તેની અસર જોવા મળી હતી.
દૂધના વેચાણ નહી કરતા મોટાભાગના ડેરીના વેપાર કરતા માલધારી વર્ગે આજે પોતાના વ્યવસાયને બંધ પાડી વિરોધ નોંધાવ્યો છે.
જેની અસર નડિયાદ સહિત સમગ્ર જિલ્લામા જોવા મળી છે.
નાના બાળકોને સ્કૂલે દૂધ પીધા વગર જવું પડ્યું હતું
રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ માટે પશુપાલન લોકોને આડે હાથે લઈ તેઓને નુકશાન પહોંચાડી રહ્યા હોવાના આક્ષેપો સાથે આજે માલધારી સમાજે એક દિવસીય હડતાળ પાડી છે.
પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા લાખો લોકોએ ઢોર નિયંત્રણને કાળો કાયદો ગણાવી તેના વિરોધમાં એક દિવસ દૂધના વેચાણ નહીં કરે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
આજે સવારથી જ દૂધના વેચાણ પર બ્રેક વાગતા રાજ્યમાં ભાગદોડ મચી ગઇ હતી.
મોટાભાગના લોકોએ સવાર સવારમાં દૂધ મેળવવા આમતેમ ભટકવુ પડ્યું હતું.
જેના કારણે લોકોની સવાર બગડી હતી. ખાસ કરીને નાના બાળકોને સ્કૂલે દૂધ પીધા વગર જવું પડ્યું હતું.
બજારોમા ખુલ્લી રહેલી ડેરીને બંધ કરાવવા નીકળતા સામાન્ય ચકમક પણ જરી
આ ઉપરાંત કેટલાક લોકોને અગાઉથીજ માલૂમ હોવાથી તે આગળના દિવસે દૂધ મેળવી દીધું હતું.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પણ દૂધની ખેચ આજે જોવા મળી હતી.
દૂધ નહી મળતા મોટાભાગની ચ્હાની કીટલીઓ બંધ રહી હતી. ઉપરાંત દૂધનો જથ્થો મેળવવા લોકોએ પડાપડી કરી હતી.
જોકે ખેડા જિલ્લામાં અન્ય જ્ઞાતિના લોકો પણ આ વ્યવસાય કરતા હોવાથી દૂધના વેચાણની માઠી અસર પડી નહોતી.
જ્યારે નડિયાદમાં બંધમા જોડાયેલ ડેરીના વ્યવસાય કારો બપોરે બજારોમા ખુલ્લી રહેલી ડેરીને બંધ કરાવવા નીકળતા સામાન્ય ચકમક પણ જરી હતી.
દૂધનું ઘી બનાવી તેના લાડુ બનાવી પશુઓને ખવડાવવામા આવ્યા: દૂધ વિક્રેતા
આ હડતાળમાં જોડાયેલા એક દૂધ વિક્રેતાએ જણાવ્યું હતું કે, અમે અમારા ગુરુજીના આદેશથી આ ધંધો આજે બંધ રાખ્યો છે.
અને સરકારે આવા કારદને તુરંત પાછો ખેચવો જોઈએ અને જો અમારી આ માંગ નહીં સ્વીકારાય તો આવનાર દિવસોમાં જલદ આંદોલન થશે.
હાલ આજે ફક્ત દૂધના વેચાણથી જ અડગા રહ્યા છે પણ આવનર સમયમાં ઘણો મોટો ફટકો પડશે.
આજે અમે દૂધનું ઘી બનાવી તેના લાડુ બનાવી પશુઓને ખવડાવ્યા છે.