મહિસાગર : સંતરામપુર તાલુકા ના કાર્યશ્રેત્ર ની માલણપુર ગ્રામ પંચાયત મા આવાસ યોજના ના નામે થતી ખુલ્લેઆમ ઉઘરણી..

મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર તાલુકા ના કાર્યશ્રેત્ર ની માલણપુર ગ્રામ પંચાયત મા
આવાસ યોજના ના નામે રુપિયા ૨૦,૦૦૦/- હજારની થતી ખુલ્લેઆમ ઉઘરણી..
પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકા મા આવેલ માલણપુર પંચાયત મા
સરકારશ્રી ની આવાસ યોજના મા ગરીબો ને આવાસ ફાળવવા મા આવ્યા છે..
ત્યારે આ યોજના નો લાભ લઈ ને પંચાયત ના અમુક
માણસો અરજદારો પાસે કામ કરાવવુ હોય તો સાહેબ ની ટકાવારી આપવી જ પડશે
તેવુ કહી ને રુપિયા ૨૦,૦૦૦/ હજાર સુધી નુ ઉઘરાણુ કરે છે..
અને ફોટા પાડવાના પણ રુપિયા ૧૦૦૦/- હજાર લેવા મા આવે છે..
આ પંચાયત મા કહેવા પુરતી સરપંચ તો મહીલા છે..
પણ વહીવટ તો બીજા જ લોકો કરે છે..તેવુ લોક મુખે ચરચાઈ રહ્યુ છે..
ઉપરી તંત્ર આ ઉપર તાત્કાલિક ધ્યાન આપી..સત્ય બહાર લાવે..
અને આ કટકી કરી સરકાર અને અધિકારીઓ ને નામે ચરી ખાતા લુખ્ખાઓ ને સબક શીખવે
તેવી લોક માંગ જોવા મળે છે..
આ સમાચાર બાબતે જે કાઈ પુરાવા જોઈએ તે
જાગૃત નાગરિક એવા વિઠ્ઠલભાઈ અંસારી પાસે પુરતા પુરાવા છે..તેવુ વિઠ્ઠલભાઈ અંસારી નો દાવો છે..
સત્ય હકીકત શુ છે તે તપાસ નો વિષય છે..
સત્ય હકીકત જો તટસ્થ તપાસ હાથ ધરાય તો બહાર આવશે..