અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમ સંબંધનો અંત લાવતા, પ્રેમીએ તેને જાહેરમાં માર મારી ફરાર
ગોતામાં રહેતી યુવતીએ પોતાના પ્રેમી સાથેનો સંબંધ તોડી નાખતાં,
ઉશ્કેરાયેલા પ્રેમીએ યુવતીને મળવા બોલાવી માર માર્યો હતો.
યુવતીએ પ્રેમી અને તેના મિત્રો સામે વસ્ત્રાપુરમાં ફરિયાદ નોંધાવી છે.
સિટી સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ગોતામાં રહેતી અને સિટી સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી 26 વર્ષીય યુવતીને ઉદયરાજ ચાવડા સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો
પરંતુ મનમેળ ન થતા પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો.
ગુરુવારે ઉદયરાજે યુવતીને ફોન કરી એસજી હાઈવે એક્રોપોલિસ મોલ ખાતે મળવા બોલાવી હતી,
જ્યાં યુવતીએ ઉદયરાજને પ્રેમસંબંધ નથી રાખવો અને હવેથી ફોન નહીં કરવા માટે કહ્યું હતું.
જે સાંભળીને ઉશ્કેરાયેલા ઉદયે પોતાના મિત્ર રાજ રૂપારેલિયાને બોલાવી યુવતીને બાઈક પર બેસાડી સરેખજ રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો.
અહીં ઉદયરાજે યુવતીનો મોબાઈલ લઈને તેના મિત્રોને ફોન કરીને હું એનો પતિ બોલું છું,
જો તારે એની સાથે વાત કરવી હોય તો પહેલા મારી સાથે વાત કરવી પડશે.
તેમ કહી બીભત્સ શબ્દો બોલ્યો હતો.
દરમિયાન યુવતીના ભાઈના મિત્રો ત્યાં આવી જતા ઉદય ટ્રેનમાં બેસીને ભાગી ગયો હતો.
ધમકી આપી યુવતીના હાથે બિસ્કિટ ખાધા યુવતીને માર મારીને જો કંઈ બોલીશ તો જાનથી મારી નાખીશ
તેવી ધમકી આપીને બિસ્કિટનું પેકેટ લાવ્યો હતો,
જે યુવતીને આપીને આ બિસ્કિટ મને નહીં ખવડાવે તો તને ઘરે નહીં જવા દઉં તેમ કહીને યુવતીના હાથે બિસ્કિટ ખાધા હતા.