અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા રોડના કામ મુદ્દે મ્યુનિ. કમિશનરે ઉધડો લીધો
મ્યુનિ. કમિશનર થેન્નારસને ગુરુવારે ચાર્જ સંભાળ્યા બાદ રોડની ગુણવત્તા અને સફાઈ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો હતો.
તેમણે શહેરના રોડ યોગ્ય સમયમાં નહીં બની રહ્યા હોવાની ગંભીર નોંધ લીધી હતી.
મ્યુનિ. કમિશનરે ચોમાસામાં તૂટી ગયેલા રોડનું કામ યોગ્ય ગુણવત્તા સાથે ઝડપથી પૂરું કરવા સૂચવ્યું હતું.
વિશ્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રોડ બનાવવાના કામ જે કોન્ટ્રાકટરોને લ્હાણી કરાયા છે
તે કોન્ટ્રાક્ટરો એક કરતાં વધારે રસ્તાના કોન્ટ્રાક્ટ મળ્યા બાદ તે કામ સંતોષકારક રીતે સમયસર પૂરા કરી શકે તેમ છે કે કેમ? તે બાબતે ચકાસણી કરવા પણ સૂચનો કર્યા છે.
નોંધનીય છેકે, સફાઈના મામલે પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે, શહેરના મુખ્ય રોડ પર ક્યાંય કોઈ કચરો જોવા મળવો જોઈએ નહીં.
એટલું જ નહી પણ તેમણે શહેરના વિવિધ ચાર રસ્તાઓ પર પણ વિશેષ ધ્યાન આપી ત્યાં પણ ક્યાંય કચરો જોવા ન મળે તે જોવા માટે તાકીદ કરી હતી.
મ્યુનિ. કમિશનરે પ્રથમ દિવસે જ સરદારનગર વોર્ડની મુલાકાત લીધી હતી.