લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું; જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા
![પ્રતીકાત્મક તસવીર:લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું; જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા](https://cpnews24.in/wp-content/uploads/2022/10/10-4.webp)
વિજિયાદશમીના દિવસે વિધિવત રીતે શસ્ત્રોનું પૂજન કરવામાં આવતું હોય છે.
ત્યારે આજે શુભ મુહૂર્તમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતેની પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલ શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા રાકેશભાઈ બારોટ, ડી. વાય. એસ. પી, પી. આઈ., પી. એસ. આઈ., સહિત પોલીસ કર્મીઓ આ પ્રસંગે હજાર રહીને શસ્ત્ર પૂજન કર્યું હતું.