ઘરે જતી યુવતીને રસ્તામાં રોકી જુવારના ખેતરમાં લઇ જઇ આબરૂ લેવાની કોશિશ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની 21 વર્ષિય યુવતી ચાલતી પોતાના ઘરે જતી હતી.
તે દરમિયાન વરોડ ગામના બે યુવકોએ યુવતીનો પીછો કરી રસ્તામાં રોકી બાજુમાં આવેલ જુવારના ખેતરમાં લઇ જઇ આબરૂ લેવાની કોશિશ કરી હતી.
યુવકોના સંકજામાંથી છુટી નાસી જઇ ઘટનાની જાણ માતા પિતાને કરતાં લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ઝાલોદ તાલુકાની 21 વર્ષિય યુવતી તા.30 સપ્ટેમ્બરે બપોરે ચાલતી તેના ઘર તરફ જતી હતી.
તે દરમિયાન વરોડના અજય સોલંકી તથા ભાવેશ સોલંકી બન્ને જણા બાઇક ઉપર આવી યુવતીનો પીછો કરી રોડની બાજુમાં ઉભી રાખી હતી.
ત્યારે અજય સોલંકીએ યુવતીને કમરના ભાગેથી પકડીને તેમજ ભાવેશ સોલંકીએ હાથ પકડીને બન્ને જણાએ બળજબરી પૂર્વક ખેંચતાણ કરી બાજુમાં આવેલ જુવારના ખેતર તરફ ખેંચીને લઇ ગયા હતા.
જ્યાં ભાવેશ સોલંકીએ યુવતી સાથે જબરજસ્તી કરી તેની આબરૂ લેવાના ઇરાદે પહેરેલા કપડા કાઢવાની કોશિશ કરી હતી.
ત્યારે યુવતીએ બન્નેનો યુવકોનો વિરોધ કરી તેઓના હાથમાંથી છુટી નાસી ગઇ હતી.
યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના તેના માતા-પિતાના જણાવી હતી.
યુવતીએ અજય તથા ભાવેશ વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.